Stock Market Update: શેરબજારમાં જબરદસ્ત તેજીનો માહોલ, સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળી બંધ, આ શેરે રોકાણકારોને માલામાલ કર્યા
શેરબજારમાં આજે જબરદસ્ત તેજીનો માહોલ જોવા મળ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 1052.59 પોઈન્ટ (1.89 ટકા)ની તેજી સાથે 56868.91 પોઈન્ટના સ્તરે બંધ થયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 290.70 (1.75 ટકા)ના વધારા સાથે 16932.50 પોઈન્ટ પર બંધ થયો.
Trending Photos
Stock Market Update: શેરબજારમાં આજે જબરદસ્ત તેજીનો માહોલ જોવા મળ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 1052.59 પોઈન્ટ (1.89 ટકા)ની તેજી સાથે 56868.91 પોઈન્ટના સ્તરે બંધ થયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 290.70 (1.75 ટકા)ના વધારા સાથે 16932.50 પોઈન્ટ પર બંધ થયો. અત્રે જણાવવાનું કે ભારતીય શેર બજારમાં આજે સવારથી જ તેજીનો માહોલ જોવા મળી રહ્યો હતો. સવારે બજાર લીલા નિશાન સાથે જ ખુલ્યા હતા. આજે અનેક શેરોએ ધમાકેદાર રિટર્ન આપ્યું છે.
ટોપ ગેઈનર્સ
નિફ્ટીમાં ટોપ 5 ગેઈનર્સમાં જે શેર જોવા મળ્યા તેમાં બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, કોટક મહિન્દ્રા, ઈન્ડસઈન્ડ બેંક, એસબીઆઈ લાઈફ ઈન્શ્યુરન્સ રહ્યા. જ્યારે સેન્સેક્સમાં ટોપ 5 ગેઈનર્સમાં બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, ટાટાસ્ટિલ, કોટક મહિન્દ્રા અને ઈન્ડસઈન્ડના શેર સામેલ રહ્યા.
ટોપ લૂઝર્સ
આવી તેજીમાં પણ જે શેરે રોકાણકારોને રોવડાવ્યા તેમાં નિફ્ટીમાં ટોપ 5 લૂઝર્સમાં શ્રી સિમેન્ટ, ભારતી એરટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, સિપ્લા, ડો.રેડ્ડીઝ લેબના શેર રહ્યા જ્યારે સેન્સેક્સમાં ટોપ 5 લૂઝર્સમાં ભારતી એરટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ડો.રેડ્ડીઝ લેબ, આઈટીસી, સન ફાર્માના શેર રહ્યા.
એલઆઈસીનાશેરની સ્થિતિ
એલઆઈસીના શેરમાં આજે 0.65 અંક એટલે કે 0.096% નો ઘટાડો જોવા મળ્યો. કંપનીના શેર 675 પર ટ્રેડ થઈ રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે