Stock Market Closing: આ કંપનીના શેરે રોકાણકારોને માલામાલ કરી નાખ્યા, સેન્સેક્સ ઉછાળા સાથે બંધ

Stock Market Closing: બજાર આજે સવારે ગુલઝાર જોવા મળ્યું. સવારે સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યા અને આખો દિવસ તેજીમાં રહ્યા બાદ હવે લીલા નિશાન સાથે બંધ થયા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 578.51 પોઈન્ટના વધારા સાથે 59719.74 ના સ્તરે અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 194.00 પોઈન્ટના વધારા સાથે 17816.30 ના સ્તરે બંધ થયા. 

ટોપ ગેઈનર્સ
નિફ્ટી ટોપ ગેઈનર્સમાં એપોલો હોસ્પિટલ, સિપ્લા, સન ફાર્મા, આઈશર મોટર્સ, ઈન્ડસઈન્ડ બેંકના શેર જોવા મળ્યા જ્યારે સેન્સેક્સ ટોપ ગેઈનર્સમાં સન ફાર્મા, ઈન્ડસઈન્ડ બેંક, ડો.રેડ્ડીઝ લેબ્સ, ટાટા સ્ટીલ, ટાઈટન કંપનીના શેર જોવા મળ્યા છે. 

ટોપ લૂઝર્સ
તેજીમાં પણ જે કંપનીના શેરોએ રોકાણકારોને ચિંતામાં મૂક્યા તેમાં નિફ્ટી ટોપ લૂઝર્સમાં નેસ્લે, શ્રી સિમેન્ટ્સ, ગ્રાસીમ, પાવર ગ્રિડ કોર્પ, ઈન્ફોસિસ જ્યારે સેન્સેક્સ ટોપ લૂઝર્સમાં નેસ્લે, પાવર ગ્રિડ કોર્પ, ઈન્ફોસિસ અને રિલાયન્સના શેર જોવા મળ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news