જબરદસ્ત! 1100% ડિવિડન્ડની જાહેરાત...આ કંપનીના શેરમાં એક જ દિવસમાં 900 રૂપિયાથી વધુનો ઉછાળો

Stock Market News: કંપનીના શેર શુક્રવારે 10522.10 રૂપિયા પર બંધ થયા હતા. કંપનીના શેરો સોમવારે 11428 રૂપિયા પર પહોંચી ગયા. મહારાષ્ટ્ર સ્કૂટર્સે પોતાના રોકાણકારોને વચગાળાના ડિવિડન્ડની ભેટ આપી છે. 

જબરદસ્ત! 1100% ડિવિડન્ડની જાહેરાત...આ કંપનીના શેરમાં એક જ દિવસમાં 900 રૂપિયાથી વધુનો ઉછાળો

બજાજ ગ્રુપની કંપની મહારાષ્ટ્ર સ્કૂટર્સ લિમિટેડના શેરોમાં તોફાની તેજી આવી છે. મહારાષ્ટ્ર સ્કૂટર્સના શેર સોમવારે 8 ટકાથી વધુની તેજી સાથે 11428 રૂપિયા પર પહોંચી ગયા. કંપનીના શેરોએ 52 અઠવાડિયાનું પોતાનું નવું હાઈ બનાવ્યું છે. કંપનીના શેરોમાં સોમવારે એક દિવસમાં 900 રૂપિયાથી વધુનો ઉછાળો જોવા મળ્યો. મહારાષ્ટ્ર સ્કૂટર્સના શેર શુક્રવારે 10522.10 રૂપિયા પર બંધ થયા હતા. કંપનીના શેરો સોમવારે 11428 રૂપિયા પર પહોંચી ગયા. મહારાષ્ટ્ર સ્કૂટર્સે પોતાના રોકાણકારોને વચગાળાના ડિવિડન્ડની ભેટ આપી છે. 

દરેક શેર પર 1100% વચગાળાના ડિવિન્ડની જાહેરાત
બજાજ ગ્રુપની કંપની મહારાષ્ટ્ર સ્કૂટર્સે ફાઈનાન્શિયલ યર 2025 માટે દરેક શેર પર 1100% વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. એટલે કે કંપની દરેક શેર પર રોકાણકારોને 110 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ આશે. મહારાષ્ટ્ર સ્કૂટર્સે વચગાળાના ડિવિડન્ડની રેકોર્ડ ડેટ 25 સપ્ટેમ્બર 2024 ફિક્સ કરી છે. કંપનીએ એક્સચેન્જમાં ફાઈલિંગમાં જણાવ્યું છે કે આ ડિવિડન્ડ 10 ઓક્ટોબર 2024ના રોજ કે તેની આસપાસ શેર હોલ્ડર્સને મળશે. આ વર્ષે કંપનીએ નાણાકીય વર્ષ 2024 માટે 60 રૂપિયાના ફાઈનલ ડિવિડન્ડની જાહેરાત કરી હતી. કંપનીએ ગત વર્ષ સપ્ટેમ્બરમાં 110 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ આપ્યું હતું. 

કંપની વિશે માહિતી
મહારાષ્ટ્ર સ્કૂટર્સ ઓટોમોબાઈલ પાર્ટ્સ એન્ડ ઈક્વિપમેન્ટ્સનું મેન્ચુફેક્ચરિંગ કરે છે. ટુ અને થ્રી વ્હિલર્સ માટે કંપની પ્રેશર ડાઈ, કાસ્ટિંગ ડાઈ, જિગ્સ અને ફિક્ચર પ્રોડક્ટ્સ બનાવે છે. 

6 મહિનામાં 65 ટકાથી વધુ ઉછળ્યા શેર
મહારાષ્ટ્ર સ્કૂટર્સના શેર છેલ્લા 6 મહિનામાં 65 ટકાથી વધુ ઉછળ્યા છે. બજાજ ગ્રુપની આ કંપનીના શેર 18 માર્ચ 2024ના રોજ 6810.45 રૂપિયા પર હતા.  કંપનીના શેર 16 સપ્ટેમ્બર 2024ના રોજ 11428 રૂપિયા પર પહોંચી ગયા છે. છેલ્લા એક મહિનામાં કંપનીના શેરોમાં 23 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. કંપનીના શેર 16 ઓગસ્ટ 2024ના રોજ 9175.45 રૂપિયા પર હતા જે 16 સપ્ટેમ્બર 2024ના રોજ 11400 રૂપિયા પાર પહોચ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરોમાં 55 ટકાની તેજી જોવા મળી છે. 

(Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news