Stock Market Update: શેર બજાર બન્યું રોકેટ, સેન્સેક્સ 4 મહિના બાદ 60 હજારને પાર, તોડ્યા ઘણા રેકોર્ડ!

આજે એલઆઇસીના શેરમાં જોવા મળી છે. એલઆઇસીના શેર આજે પણ 0.15 ટકાની તેજી સાથે 697.50 બંધ થયો છે. 

Stock Market Update: શેર બજાર બન્યું રોકેટ, સેન્સેક્સ 4 મહિના બાદ 60 હજારને પાર, તોડ્યા ઘણા રેકોર્ડ!

Stock Market Closing On 17th August 2022: ભારતીય શેર બજાર માટે આજે અઠવાડિયાના બીજા દિવસે કારોબારી દિવસ મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. આજે સવારે બજાર લાલ નિશાન પર ખુલ્યો અને દિવસભર ટ્રેડિંગ સેશન બાદ ગ્રીન નિશાન પર બંધ થયું છે. આજનો કારોબાર પુરો થયા બાદ મુંબઇ સ્ટોક એક્સચેંજનો સૂચકાંક સેન્સેક્સ લગભગ 375.37 એટલે કે 0.63% ની તેજી સાથે 60,217.58 પર બંધ થયો છે જ્યારે નિફ્ટી ફક્ત 100.85 પોઇન્ટ એટલે કે 0.57% ની તેજી સાથે 17,926.10 પોઇન્ટ પર બંધ થયો છે. 

સવારે કેવી હતી સ્થિતિ?
ગ્લોબલ માર્કેટમાંથી મળી રહેલા સારા પરિણામોના દમ પર બુધવારે ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી છે. ગ્લોબલ માર્કેટમાંથી મળેલા મજબૂત પરિણામોના દમ પર ભારતીય શેર બજાર સતત ચોથા કારોબારી દિવસે ગ્રીન નિશાન પર ખુલ્યું. કારોબારી સત્રની શરૂઆતમાં 30 પોઇન્ટવાળા સેન્સેક્સ અને નિફ્ટી બંને ગ્રીન નિશાન પર ખુલ્યા. બુધવારે સવારે સેન્સેક્સ 95.84 પોઇન્ટ ચઢીને 59,938.05 ના સ્તર પર ખુલ્યું. તો બીજી તરફ નિફ્ટી લગભગ 41 પોઇન્ટની તેજી જોવા મળી અને આ 17,868.15 પર ખુલ્યું. 

ગ્લોબલ માર્કેટની સ્થિતિ
અઠવાડિયાના ચોથા દિવસે ગ્લોબલ માર્કેટમાંથી પણ સારા પરિણામ મળી રહ્યા છે. બીજી તરફ અમેરિકન બજારમાં તેજીનો દૌર સતત ચોથા દિવસે યથવાત રહ્યો. યૂએસ માર્કેટ ચઢીને ચાર મહિનાના ઉપરી સ્તર ગયું. ડાઓ જોન્સ 239 પોઇન્ટ ચઢીને 34,152 ના સ્તર પર બંધ થયું. જોકે નેસ્ડૈક 25.50 પોઇન્ટ સરકીને બંધ થયું. SGX નિફ્ટી હળવી તેજી સાથે 17870 ના ઉપર ટ્રેડ કરી રહ્યો છે. FIIs એ કેશમાં 1377 કરોડ રૂપિયાની ખરીદી કરી. આજે એલઆઇસીના શેરમાં જોવા મળી છે. એલઆઇસીના શેર આજે પણ 0.15 ટકાની તેજી સાથે 697.50 બંધ થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news