TATAએ લોન્ચ કરી Harrierનું નવું વેરિએન્ટ, જાણો શું ચે આ મહિનાની સ્પેશિયલ ઓફર્સ

ટાટા મોટર્સ (Tata Motors)એ તેમની પ્રીમિયમ એસયૂવી નું નવું વેરિએન્ટ બજારમાં લોન્ચ કર્યું છે. આ વેરિએન્ટને કંપનીએ Harrier XT+ નામ આપ્યું છે. આ કારને કંપની ઓછી કિંમતમાં લોન્ચ કરી રહી છે. આ સાથે જ આ ગાડીમાં પૈનોરોમિક સનરુફનું ફિચર પણ આવામાં આવ્યું છે.
TATAએ લોન્ચ કરી Harrierનું નવું વેરિએન્ટ, જાણો શું ચે આ મહિનાની સ્પેશિયલ ઓફર્સ

નવી દિલ્હી: ટાટા મોટર્સ (Tata Motors)એ તેમની પ્રીમિયમ એસયૂવી નું નવું વેરિએન્ટ બજારમાં લોન્ચ કર્યું છે. આ વેરિએન્ટને કંપનીએ Harrier XT+ નામ આપ્યું છે. આ કારને કંપની ઓછી કિંમતમાં લોન્ચ કરી રહી છે. આ સાથે જ આ ગાડીમાં પૈનોરોમિક સનરુફનું ફિચર પણ આવામાં આવ્યું છે.

આ છે કારની કિંમત
કંપનીએ આ કારની કિંમત 16.66 લાખ રૂપિયા રાખી છે. જે તેની દિલ્હીમાં એક્સ-શોરૂમ પ્રાઇઝ છે. આ કિંમત તે ગ્રાહકો માટે વેલિડ હશે, જે 30 સપ્ટેમ્બર 2020 સુધી કારનું બુકિંગ કરાવી તેની ડિલીવરી 31 ડિસેમ્બર 2020થી પહેલા લેવા માંગે છે. 1 ઓક્ટોબર, 2020થી તેની કિંમતમાં વધારો કરવામાં આવશે.

એન્જિનમાં કોઇ ફેરફાર નથી
કંપનીએ આ વેરિએન્ટમાં વર્તમાન એન્જિનમાં કોઇ ફેરફાર કર્યો નથી. એસયૂવીમાં 2.0 લીટર Kryotec ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનની સાથે આવે છે. ડ્યૂલ ફ્રન્ટ એરબેગ્સ, 12 એડ-ઓન ફંક્શન્સની સાથે એડવાન્સ ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ અને રિવર્સ પાર્કિંગ કેમેરો આપવામાં આવ્યો છે.

આ છે સ્પેસિફિકેશન્સ
એસયૂવીમાં પ્રોજેક્ટ હેડલેમ્પ, ડ્યૂલ ફંક્શન LED DRL અને ફોગ લેમ્પ્સ પણ છે. તેમાં R17 Alloy Wheelsની સાથે જ 7 ઈંચની Floating Island ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. જે એન્ડ્રોઇડ ઓટો અને એપ્પલ કારપ્લેને સપોર્ટ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news