અમદાવાદના કલેક્ટર સહિત ગુજરાતનાં 4 વરિષ્ઠ અધિકારીઓની બદલી, 1 નિવૃત અધિકારીને એક્સટેન્શન

ગુજરાતમાં અધિકારીઓની બદલીનો દોર ચાલી રહ્યો છે. ફરી એકવાર 4 વરિષ્ઠ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અમદાવાદના કલેક્ટરની બદલી કરવામાં આવી છે. અમદાવાદના કલેકટર તરીકે સંદીપ સાગલેની નિમણુંક કરવામાં આવી છે. હાલના કલેક્ટર કે.કે નિરાલાની ગૃહ વિભાગમાં બદલી કરવામાં આવી છે. 4 આઈ એ એસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવી છે. એક આઈ એ એસ અધિકારી ડેપ્યુટેશનથી પરત ફરતા નિમણૂંક અપાઈ છે. ૪ કલેકટરની બદલી કરવામાં આવી છે. અમદાવાદ કલેકટર કે કે નિરાલાની બદલી કરવામાં આવી છે. 
અમદાવાદના કલેક્ટર સહિત ગુજરાતનાં 4 વરિષ્ઠ અધિકારીઓની બદલી, 1 નિવૃત અધિકારીને એક્સટેન્શન

હિતલ પારેખ/અમદાવાદ: ગુજરાતમાં અધિકારીઓની બદલીનો દોર ચાલી રહ્યો છે. ફરી એકવાર 4 વરિષ્ઠ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અમદાવાદના કલેક્ટરની બદલી કરવામાં આવી છે. અમદાવાદના કલેકટર તરીકે સંદીપ સાગલેની નિમણુંક કરવામાં આવી છે. હાલના કલેક્ટર કે.કે નિરાલાની ગૃહ વિભાગમાં બદલી કરવામાં આવી છે. 4 આઈ એ એસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવી છે. એક આઈ એ એસ અધિકારી ડેપ્યુટેશનથી પરત ફરતા નિમણૂંક અપાઈ છે. ૪ કલેકટરની બદલી કરવામાં આવી છે. અમદાવાદ કલેકટર કે કે નિરાલાની બદલી કરવામાં આવી છે. 

કે કે નિરાલાને અધિક સચિવ ગૃહ વિભાગ તરીકે બદલી કરવામાં આવી છે. પાટણના કલેક્ટર આનંદ બાબુલાલ પટેલની પણ બદલી કરવામાં આવી છે. પાટણ કલેકટરને બનાસકાંઠાના કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે. બનાસકાંઠાના કલેકટર સંદીપ સંગલેની અમદાવાદ કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે. સુપ્રિત સિંઘ ગુલાટી એમલોયમેન્ટ ટ્રેનિંગના ડિરેકટર પદેથી બદલી કરવામાં આવી છે. સુપ્રિત સિંઘ ગુલાટીને પાટણ કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે. ડેપ્યુટેશનથી પરત ફરેલા આલોક કુમાર પાંડેને ડિરેકટર એમલોયકેન્ટ ટ્રેનિંગમાં મુકવામાં આવ્યા છે. નિવૃત્ત આઈએએસ અધિકારી એ.એ રામાનુજને જોઇન્ટ કમિશનર ગુજરાત રાજ્ય ચૂંટણી પંચમાં નિમણૂક કરાઈ છે. તેમને એક વર્ષનું કોન્ટ્રાક્ટ આધારિત એક્સટેન્શન આપવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news