1 વર્ષમાં PM મોદીની સંપત્તિ વધી, ગૃહમંત્રી શાહની ઘટી; જાણો ડિટેલ
પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની વર્ષ 2020માં સંપત્તિ ગત વર્ષ 2019ના મુકાબલે 36 લાખ વધી છે. જોકે ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ની સંપત્તિ ગત વર્ષના મુકાબલે ઘટી છે.
Trending Photos
નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની વર્ષ 2020માં સંપત્તિ ગત વર્ષ 2019ના મુકાબલે 36 લાખ વધી છે. જોકે ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ની સંપત્તિ ગત વર્ષના મુકાબલે ઘટી છે. પીએમ મોદી તરફથી જાહેર કરવામાં આવેલી સંપત્તિના તાજા ઘોષણાપત્ર (Declaration)ના અનુસાર 30 જૂન 2020માં તેમની કુલ સંપત્તિ 2.85 કરોડ રૂપિયા રહી છે, જોકે ગત વર્ષે 2.49 કરોડ રૂપિયા હતી.
ગાંધીનગરમાં એક કરોડનો પ્લોટ અને ઘર
પીએમ નરેન્દ્ર મોદીની અચલ સંપત્તિમાં લગભગ કોઇ ફેરફાર થયો નથી. પીએમએ ગાંધીનગરમાં 1.1 કરોડના પ્લોટ અને ઘર હોવાની વાત કહી છે. ઘોષણાપત્રથી ખબર પડે છે કે તેમણે એનએએસસીમાં વધુ રોકાણ કર્યું છે અને તેમના વીમાનું પ્રીમિયમ ઓછું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બચત ખાતમાઅં 30 જૂનના રોજ 3.38 લાખ રૂપિયા હતું. તેમણે જૂનના અંત સુધીમાં 31. 450 રૂપિયા કેશ રાખવા.
ફિક્સ ડિપોઝિટમાં વધારો
ભારતીય સ્ટેટ બેંકની ગાંધીનગર શાખામાં તેમની ડિપોઝિટ રકમ 30 જૂન 2020 સુધી વધીને 1,60,28,039 રૂપિયા થઇ ગઇ છે. જે ગત નાણાકીય વર્ષમાં 1,27,81,574 રૂપિયા હતી. 2019ની લોકસભા ચૂંટણી માટે આપેલા સોગંધનામાં તેમણે તેની જાહેરાત કરી હતી.
પીએમ મોદી પાસે કોઇ લોન નહી
રિપોર્ટ અનુસાર પ્રધાનમંત્રી પાસે કોઇ લોન નથી અને તેમની પાસ કાર નથી. તેમની પાસે સોનાની ચાર વીંટીઓ છે. તે 8,43,124 રૂપિયા રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રના માધ્યમથી ટેક્સ સેવિંગ કરે છે. પોતાના જીવન વિમા માટે 1,50,957 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવે છે. પ્રધાનમંત્રી પાસે રાષ્ટ્રીય બચત 7,61,646 રૂપિયા હતા અને જીવન વિમા પ્રીમિયમના રૂપમાં 1,90,347 રૂપિયા ચૂકવણી કરી.
ગૃહમંત્રી અમિત શાહની સંપત્તિ ઘટી
બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહની સંપત્તિ જો કે ગત વર્ષ સુધી 32.3 કરોડ રૂપિયા હતી. જૂન 2020માં ઘટીને 28.63 કરોડ રૂપિયા રહી ગઇ છે. ડિક્લેરેશન અનુસાર અમિત શાહ પાસે 10 અચલ સંપત્તિઓ છે, જેની કુલ વેલ્યૂ 13.56 કરોડ રૂપિયા છે. તેમની પાસે કેશ 15,814 રૂપિયા અને 1 કરોડ રૂપિયા બેન્ક બેલેન્સ છે. ઇંશ્યોરન્સ, પેન્શન પોલિસી મળીને કુલ 13.47 લાખ રૂપિયા છે. 2.79 લાખ રૂપિયા ફિકસ્ડ ડિપોઝિટમાં છે. જ્યારે 44.47 લાખ રૂપિયાના દાગીના છે. 2020માં શેર માર્કેટમાં ઘટાડાના કારણે અમિત શાહની સંપત્તિમાં ઘટાડો નોંધાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે