Gold Price Today: લગ્નગાળામાં સોનું-ચાંદી થવા લાગ્યા મોંઘા, જાણો આજનો લેટેસ્ટ રેટ
Gold-Silver Price Today: સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસથી ઉથલપાથલ જોવા મળી રહી છે. દિવાળીના અવસરે સોનામાં જબરદસ્ત વેચાણ બાદ એવી આશા કરાઈ રહી હતી કે આવનારા સમયમાં તેના ભાવમાં વધુ તેજી આવશે. હવે લગ્નગાળામાં બંને કિંમતી ધાતુઓમાં હળવી તેજી જોવા મળી રહી છે.
Trending Photos
Gold-Silver Price Today: સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસથી ઉથલપાથલ જોવા મળી રહી છે. દિવાળીના અવસરે સોનામાં જબરદસ્ત વેચાણ બાદ એવી આશા કરાઈ રહી હતી કે આવનારા સમયમાં તેના ભાવમાં વધુ તેજી આવશે. હવે લગ્નગાળામાં બંને કિંમતી ધાતુઓમાં હળવી તેજી જોવા મળી રહી છે. કાર્તિક પૂર્ણિમા અને ગુરુ પર્વ હોવાને કારણે મંગળવારે (8 નવેમ્બર)ના રોજ શરાફા બજાર અને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) બંધ છે. એટલે જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો તમને સોનું અને ચાંદી સોમવારે બંધ થયેલા ભાવે જ મળશે.
7 મહિનાના નીચલા સ્તરે આવ્યું હતું સોનું
સોમવારે સોનું અને ચાંદી બંનેના ભાવમાં તેજી આવી હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) અને શરાફા બજાર બંનેમાં સોમવારે તેજી જોવા મળી હતી. તાજેતરમાં સોનું ગગડીને 7 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયું હતું. સોમવારે રાતે MCX પર ગોલ્ડ ફ્યૂચરનો રેટ 59 રૂપિયાની તેજી સાથે 50925 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. જ્યારે ચાંદી 317 રૂપિયા વધીને 60855 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી હતી. આ અગાઉ પહેલા સેશનમાં સોનું 50866 રૂપિયા 10 ગ્રામ અને ચાંદી 60538 રૂપિયા પર બંધ થઈ હતી.
આ Video પણ ખાસ જુઓ...
શરાફા બજારના હાલ
શરાફા બજારની વાત કરીએ તો ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન (https://ibjarates.com) તરફથી સોમવાર સાંજે બહાર પડેલા ભાવ મુજબ 24 કેરેટ ગોલ્ડનો ભાવ વધીને 50958 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો હતો. જ્યારે 999 પ્યોરિટીવાળી ચાંદી 60245 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી. 23 કેરેટવાળું સોનું 50754 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 22 કેરેટવાળું સોનું 46678 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 18 કેરેટવાળું ગોલ્ડ 38219 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે