HDFC Bank નો સ્પેશિયલ FD પ્લાન લોન્ચ, રોકાણકારો માટે ખોલ્યો પટારો

FD Interest Rate: ગ્રાહકોને 35 મહિના (2 વર્ષ અને 11 મહિના) માટે મૂકવામાં આવેલી ફિક્સ્ડ ડીપોઝિટો પર 7.20% વ્યાજ અને 55 મહિના (4 વર્ષ અને 7 મહિના) માટે મૂકવામાં આવેલી ફિક્સ્ડ ડીપોઝિટ પર 7.25% વ્યાજ મળશે. વધુમાં, સીનિયર સિટીઝન ગ્રાહકો સ્વીકાર્ય વ્યાજદરથી 0.5% વધારે વ્યાજ માર્જિન મેળવી શકશે.

HDFC Bank નો સ્પેશિયલ FD પ્લાન લોન્ચ, રોકાણકારો માટે ખોલ્યો પટારો

HDFC special FD Interest Rates : ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક એચડીએફસી બેંકે આજે બે વિશેષ મુદતની ફિક્સ્ડ ડીપોઝિટ સ્કીમો લૉન્ચ કરવાની જાહેરાત કરી હતી, જેની એકંદર મુદત 35 અને 55 મહિનાની હશે. આ વિશેષ મુદતની ફિક્સ્ડ ડીપોઝિટ સ્કીમોનો લાભ રૂ. 2 કરોડથી ઓછી થાપણો પર મેળવી શકાશે.

ગ્રાહકોને 35 મહિના (2 વર્ષ અને 11 મહિના) માટે મૂકવામાં આવેલી ફિક્સ્ડ ડીપોઝિટો પર 7.20% વ્યાજ અને 55 મહિના (4 વર્ષ અને 7 મહિના) માટે મૂકવામાં આવેલી ફિક્સ્ડ ડીપોઝિટ પર 7.25% વ્યાજ મળશે. વધુમાં, સીનિયર સિટીઝન ગ્રાહકો સ્વીકાર્ય વ્યાજદરથી 0.5% વધારે વ્યાજ માર્જિન મેળવી શકશે.

ડીપોઝિટના દરો તેમની ટોચની નજીક હોવાથી આ નવી સ્પેશિયલ એડિશન ફિક્સ્ડ ડીપોઝિટ સ્કીમથી એવા ગ્રાહકોને લાભ થશે, જેઓ બાંયધરીપૂર્વકના ઊંચા વળતરની સાથે લાંબા સમય સુધી પોતાના નાણાંને મૂકવા માંગે છે. 

એચડીએફસી બેંકના સીએમઓ, હેડ-કૉર્પોરેટ કમ્યૂનિકેશન્સ, હેડ-લાયેબિલિટી પ્રોડક્ટ્સ અને મેનેજ્ડ પ્રોગ્રામ્સ રવિ સન્થાનમએ જણાવ્યું હતું કે, ‘એચડીએફસી બેંક તેના ગ્રાહકોને શ્રેષ્ઠ બેંકિંગ અનુભવ પૂરો પાડે છે. અમે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ બેંકિંગ અને બચતના ઉકેલો પૂરાં પાડવા માટે સતત નવીનીકરણ કરતાં રહીએ છીએ. ફિક્સ્ડ ડીપોઝિટમાં રોકાણ કરવું એ રોકાણ માટેના સૌથી સલામત ઇન્સ્ટ્રૂમેન્ટ્સમાંથી એક છે, જે બાંયધરીપૂર્વકનું વળતર આપે છે. 

આ નવી સ્કીમો ઊંચા વળતરની સાથે લાંબા સમય સુધી પોતાના નાણાંને સલામત જાળવી રાખવા માંગતા અમારા ગ્રાહકો અને જેઓ અમારા ગ્રાહકો નથી તેમને પણ ખૂબ જ લાભદાયી સાબિત થશે.’ ઉલ્લેખનીય છે કે, એચડીએફસી બેંક એ ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક છે, જેની બેલેન્સ શીટનું કદ રૂ. 24 લાખ કરોડ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtub

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news