ભાગેડુ વિજય માલ્યાએ તોડી ચૂપકીદી, કહ્યું-પ્રધાનમંત્રી મોદીને લખ્યો હતો લેટર
વિજય માલ્યાએ પ્રેસ રિલીઝ જાહેર કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો છે
Trending Photos
નવી દિલ્હી : ભારત સરકાર તરફથી ભાગેડુ જાહેર કરવામાં આવેલા બિઝનેસમેન વિજય માલ્યાએ લાંબા સમય પછી પોતાની ચૂપકીદી તોડી છે. તેણે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો છે. આ મામલામાં વિજય માલ્યાએ દાવો કર્યો છે કે તેમણે લોન ન ચૂકવી શકવાના સંજોગો મામલે 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ નાણાં મંત્રી અરૂણ જેટલીને પત્ર લખીને મારો પક્ષ રજૂ કર્યો હતો.
બેંકોને અબજો રુપિયામાં નવડાવીને લંડનમાં જલસા કરી રહેલા એક સમયના લિકર કિંગ વિજય માલ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પોતાનો બળાપો કાઢ્યો કર્યો છે. કૌભાંડી માલ્યાએ લખ્યું છે કે, તે બેંકોની બાકી નીકળતી રકમની ચુકવણી કરવા પૂરી કોશિશ કરી રહ્યો છે. પણ બેંકોને ચૂનો લગાવનારા ‘પોસ્ટર બોય’ તરીકે તેને રજૂ કરવામાં આવી રહ્યો છે. અને મારું નામ આવતા જ લોકોનો ગુસ્સો ભડકી ઉઠે છે. વિજય માલ્યા હાલમાં લંડનમાં છે. તેણે કહ્યું છે કે, મેં વડાપ્રધાન નરેન્દ્રમોદી અને નાણાં પ્રધાન બંનેને 15મી એપ્રિલ 2016ના રોજ પત્ર લખ્યો હતો. અને હવે હું ચીજોને યોગ્ય સંદર્ભમાં રજૂ કરવા માટે આ પત્રોને સાર્વજનિક કરી રહ્યો છું. માલ્યાએ કહ્યું કે પીએમ કે નાણાં મંત્રી બંનેમાંથી કોઈએ તેનો જવાબ ન આપ્યો.
વિજય માલ્યાએ કહ્યું છે કે રાજનેતાઓ અને મીડિયા મારી પર એવી રીતે આરોપ લગાવી રહ્યા છે જાણે કિંગફિશર એરલાઇન્સને આપવામાં આવેલી 9 હજાર કરોડ રૂ.ની લોન મેં ચોરી લીધી હોય અને હું ભાગી ગયો હોઉં. વિજય માલ્યાએ આ મામલામાં સીબીઆઇ તેમજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તરફથી તેની વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલા આરોપપત્રોને આધારહીન અને ખોટા આરોપોની કાર્યવાહી ગણાવ્યા છે.
માલ્યા 2016માં યુકે ભાગી ગયો હતો. અને હવે તે કૌભાંડોનો સામનો કરવા માટે ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવે તેનાથી બચવા પૂરી કોશિશ કરી રહ્યો છે. મોટી રકમની લોન અને મની લોન્ડરિંગ કેસમાં 62 વર્ષીય માલ્યા ભારતમાં વોન્ટેડ છે. જ્યારે બેંકોના એક સમૂહે તેને 9,000 કરોડ પાછા લેવા પ્રયાસ શરૂ કર્યા ત્યારથી તે ભારત છોડીને બહાર ચાલ્યો ગયો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે