તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચાહકોના ધબકારા વધી જાય એવા સમાચાર, મૂળમાં છે જેઠાલાલ

સબ ટીવીની આ સિરિયલ બહુ જ લોકપ્રિય છે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચાહકોના ધબકારા વધી જાય એવા સમાચાર, મૂળમાં છે જેઠાલાલ

મુંબઈ : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)માં જેઠાલાલ હવે આબાદ ફસાયા છે. તેમનું નામ નાના-મોટા કેસમાં નહીં પણ 100 કરોડ રૂ.ના ગોટાળામાં ઉછળ્યું છે અને પોલીસ પણ તેમના ઘરે પહોંચી ગઈ છે. આ સમગ્ર ઘટનાક્રમ સિરિયલના આગામી એપિસોડમાં જોવા મળશે. 

હાલના એપિસોડમાં દેખાડાયું છે કે ગોકુલધામ સોસાયટીમાં ભીડે છાપામાં વાંચે છે કે લેના દેના બેંક સાવ ખાલી થઈ બંધ થઈ ગઈ છે, કારણકે ટોનીએ તેમાં કૌભાંડ કર્યું. બીજી તરફ જેઠાલાલ પણ બે-બે બેંકોમાં લોન માટે અરજી કરે છે. લોન મંજૂર પણ થઈ ગઈ છે, પરંતુ ત્યાં જ જેઠાલાલને એક કંપની સેનોરિકા આયલેન્ડ પર વિદેશ પ્રવાસ પર મોકલે છે. આમ પણ જેઠાલાલે લોન લીધી ત્યારે જ સોસાયટીવાળા અને ખાસ કરીને તો ભીડે જેઠાલાલ પર શંકા કરી રહ્યા છે, નટુકાકા અને બાઘો પણ જેઠાલાલ બેંકોને નવડાવી વિદેશ જવાના મૂડમાં છે કે કેમ તે વિચારી રહ્યા છે. આમ તો, જેઠાલાલ એવું કંઈ કરે તેવા નથી, પરંતુ તેમના વિદેશ ગયા બાદ તેમના પર કંઈક આવા જ આરોપ મૂકાવાના છે.

જેઠાલાલ અચાનક વિદેશ કેમ જઈ રહ્યા છે તે જાણવા આખી ગોકુલધામ સોસાયટી આતુર છે. સૌ કોઈ તેને એક જ સવાલ પૂછે છે. જેઠાલાલ ભીડેને તો મજાકમાં કહી પણ દે છે કે, તું જેવું વિચારી રહ્યો છે તેવો જ મારો પ્લાન છે, 100 કરોડની લોન તો મંજૂર થઈ જ ગઈ છે, બસ હવે હું વિદેશ ગાયબ થઈ જઈશ. જોકે, જેઠાલાલના વિદેશ ગયા પછી બધી મોકાણ શરુ થાય છે.

અચાનક જ પોલીસની ગોકુલધામમાં એન્ટ્રી પડે છે, અને ઈન્સ્પેક્ટર ચાલુ પાંડે કહે છે કે, જેઠાલાલ કાંડ કરીને વિદેશ ભાગી ગયો છે, જેઠાલાના ઘરને પણ પોલીસ સીલ કરી દે છે. જોકે, કોઈ વાત માનવા તૈયાર નથી થતું. બીજી તરફ, જેઠાલાલે કોઈને પણ લોન લેવાનું કારણ અને કેટલાની લોન લીધી તે તો કહ્યું જ નથી. તેવામાં હવે તેમના ઘર અને દુકાન પણ સીલ થઈ ગયા છે અને પછી શરૂ થાય છે હાસ્યનું હુલ્લડ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news