આકાશ અંબાણી અને શ્લોકા મહેતાનો VIDEO થયો વાઇરલ, જુઓ શું થયું

દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના લગ્ન સૌથી વધુ ચર્ચામાં છે

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાનો VIDEO થયો વાઇરલ, જુઓ શું થયું

નવી દિલ્હી : દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના લગ્ન સૌથી વધુ ચર્ચામાં છે. 24 માર્ચના રોજ ગોવામાં હીરાના વેપારી રસૈલ મહેતાની નાની પુત્રી શ્લોકા મહેતાની સાથે આકાશ અંબાણીની પ્રી-એંગેજમેંટ સેરેમની રાખવામાં આવી હતી. તેના બે દિવસ બાદ જ મુંબઇમાં ગ્રાંડ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. આ પાર્ટીનો એક વીડિયો વાઇરલ થો છે જેમાં આકાશ અંબાણી ફોટોગ્રાફર્સને અનોખી વિનંતી કરતો જોવા મળી રહ્યો છે. તે ફોટોગ્રાફર્સને કહે છે કે 'अच्छा फोटो छापना'.

A post shared by BOLLYWOOD INSTANT UPDATES (@b0llywood.club) on

આપી ભવ્ય પાર્ટી
આ પાર્ટી મુકેશ અંબાણીના એંટીલિયામાં હતી. સોમવારે મોડી રાત્રે શરૂ થયેલી આ પાર્ટીમાં બોલિવૂડ સ્ટારથી માંડીને ક્રિકેટ જગતના દિગ્ગજો સામેલ થયા. શાહરૂખ ખાન, કેટરિના કૈફ, ઐશ્વર્યા રાય, કરણ જોહર, જોન અબ્રાહમ અને કિરણ રાવ જેવી બોલીવુડની હસ્તીઓ સામેલ થઇ. આ ઉપરાંત ક્રિકેટર હરભજન સિંહ અને પૂર્વ ક્રિકેટર ઝહીર ખાન પણ પોતાની પત્ની સાગરિકા સાથે પહોંચ્યા. પાર્ટી દરમિયાન આકાશ અંબાણી અને શ્લોકા મહેતા પહેલીવાર મીડિયા સામે આવ્યા.  

મુંબઇમાં થશે લગ્ન
કહેવામાં આવી રહ્યું છે કે ડિસેમ્બરમાં જ બંનેના લગ્ન થશે. સૂત્રોનું માનીએ તો લગ્નની તારીખ થઇ ગઇ છે અને 8-12 ડિસેમ્બર વચ્ચે લગ્નની સેરિમની આયોજિત થશે. મુંબઇના ઓબરોય હોટલમાં લગ્નનું આયોજન કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news