નોટબંધીના 4 વર્ષમાં શું બદલાયું, જુઓ 'કેશ'થી 'ડિજિટલ' ઇકોનોમી સુધીની સફર

પીએમ મોદીના આ મોટા અને કડક ફેંસલાથી દેશની લગભગ 86% કરન્સી એક ઝટકે સિસ્ટમમાંથી બહાર થઇ ગઇ. આ અચનાક લેવામાં આવેલા નિર્ણયની કોઇને ભનક પણ ન હતી.

Updated By: Nov 8, 2020, 06:01 PM IST
નોટબંધીના 4 વર્ષમાં શું બદલાયું, જુઓ 'કેશ'થી 'ડિજિટલ' ઇકોનોમી સુધીની સફર

નવી દિલ્હી: નોટબંધી (Demonetisation) ના આજે 4 વર્ષ થઇ ચૂક્યા છે. 8 નવેમ્બર 2016ના રોજ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ રાત્રે 8 વાગે જાહેરાત કરી હતું કે રાત્રે 12 વાગ્યાથી 1000 થી 500 રૂપિયાની નોટ હવે Legal Tender નહી રહે, એટલે કે 1000 અને 500ની નોટ હવે કાગળના ટુકડાથી વધુ કશું જ નહી.  

પીએમ મોદીના આ મોટા અને કડક ફેંસલાથી દેશની લગભગ 86% કરન્સી એક ઝટકે સિસ્ટમમાંથી બહાર થઇ ગઇ. આ અચનાક લેવામાં આવેલા નિર્ણયની કોઇને ભનક પણ ન હતી. બેંકોના એટીએમની બહાર લાઇનો લાગી. ઘણા મહિનાઓ સુધી આરબીઆઇ અને બેંક્સ સિસ્ટમમાં કરન્સીની ઉપલબ્ધતા માટે પોતાની પુરી તાકાત લગાવી રહ્યા હતા. 

નોટબંધીને લઇને બધાને પોતાના  વિચાર અને સમજ હોઇ શકે છે, કોઇ તેને પીએમ મોદી સરકારની ભૂલ ગણે છે તો કોઇ માસ્ટર સ્ટ્રોક, આ ચર્ચાનો વિષય જરૂર હોય શકે છે. પરંતુ એક વાત અહીં સમજવી જરૂરી છે કે આવા કોઇપણ નિર્ણયના પરિણામોની આશા રાખવી નકામી છે. 

નાણામંત્રીએ કહ્યું કાળાનાણા પર લાગી બ્રેક
નાણામંત્રી નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman)એ આજે નોટબંધીના ચાર વર્ષ પુરા થતાં એક ટ્વીટ કર્યું જેમાં તેમણે લખ્યું કે દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે ઇકોનોમીને મજબૂતી મળી. નોટબંધી બાદ કરવામાં આવેલા સર્વેક્ષણોમાં આ વાત સામે આવી કે કરોડો રૂપિયાની અઘોષિત સંપત્તિની ખબર પડી. ઓપરેશન 'ક્લીન મની'થી દેશની અર્થવ્યવસ્થાને સંગઠિત કરવામાં મદદ મળી.   

નોટબંધી એક એવો નિર્ણય છે જેને ઇકોનોમી જ નહી પરંતુ સામાન્ય વ્યક્તિની રોજિંદા ચીજોને બદલી દીધી. અમે અહીં નોટબંધીથી દેશમાં આવેલા કેટલા ફેરફાર વિશે ઉલ્લેખ કરીશ

ડિજિટલ પેમેન્ટ વડે લેણદેણ વધ્યું
નોટબંધી બાદ રિઝર્વ બેંક અને સરકારે લોકોને કેશ પર નિર્ભરતા ઓછી કરવા અને ડિજિટલની તરફ વધવા માટે પ્રેરિત કર્યા તો તેની અસર મોટાપાયે જોવા મળી. NPCIએ આપેલા આંકડા અનુસાર અત્યાર સુધી 3.3 લાખ કરોડ રૂપિયાના ટ્રાંજેક્શન થયા છે. 

સરકારી આંકડા અનુસાર ડિજિટલ ટ્રાંજેક્શનની સંખ્યા અને વેલ્યૂ બંનેમાં તેજી જોવા મળી. નવેમ્બર 2016માં 83 કરોડ ટ્રાંજેક્શન થયા અને 8.89 લાખ કરોડ રૂપિયા હતી. જ્યારે ઓગસ્ટ 2020માં ડિજિટલ ટ્રાંજેક્શનની સંખ્યા 347 કરોડ હતી જ્યારે 100.5 કરોડ રૂપિયાના ટ્રાંજેક્શન થયા હતા. 

નોટબંધી લાગૂ થયાના એક વર્ષ બાદ ટેક્સપેયર્સની સંખ્યા 33 લાખનો વધારો થયો. એટલે કે સ્પષ્ટ છે કે દેશમાં જે લોકો અત્યાર સુધી ટેક્સ ચોરી કરી રહ્યા હતા, તે પણ ટેક્સના દાયરામાં આવવાનું શરૂ થઇ ગયું. 

નોટબંધી બાદ EPFO, ESIC ના સબ્સક્રાઇબર્સની સંખ્યા ઝડપથી વધી. આ તે વાતનો સંકેટ છે કે જે લોકો અત્યાર સુધી ક્યાંય ન હતા, હવે એવા લોકો ફોર્મલ ઇકોનોમી સાથે જોડાયેલા રહે છે. 

નોટબંધી બાદ સીબીડીટી (CBDT) તરફથી ઓપરેશન ક્લીન મની ચલાવવામાં આવ્યું તેમાં તે લોકોની ઓળખ કરવામાં આવી જેની કમાણી તો મોટી હતી, પરંતુ ટેક્સ ભરી રહ્યા ન હતા. 2.09 લાખ લોકોએ સેલ્ફ અસેસમેન્ટ ટેક્સના રૂપમાં 6531 કરોડ રૂપિયા ચૂકવ્યા. 

નોટબંધી બાદથી તે કોર્પોરેટ્સ પણ સકંજો કસવામાં આવ્યો જે ટેક્સ ભરવાનું અત્યાર સુધી ટાળતા હતા. નાણાકીય વર્ષ 2018-19માં કોર્પોરેટ ટેક્સપેયર્સએ 9.64 કરોડ ટેક્સ રિટર્ન ભર્યા છે. 

નોટબંધી બાદ રિયલ એસ્ટેટ સેક્ટરમાં થનાર કાળી કમાણી પર નકેલ કસવામાં આવી. નોટબંધીથી પહેલાં રિયલ એસ્ટેટ સેક્ટર કાળું નાણુ સંતાડવાનું સૌથી સુરક્ષિત ઠેકાણું ગણવામાં આવતું હતું. પરંતુ નોટબંધી બાદ આ સેક્ટરમાં લેણદેણમાં પારદર્શિતા આવી. જેથી ખરીદદારોએ રિયલ એસ્ટેટ સેક્ટર પરથી વિશ્વાસ તૂટ્યો. 

બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube