જન આક્રોશ રેલી પહેલા રાહુલનો પ્રહાર: 4 વર્ષમાં મોદી સરકાર નિષ્ફળ

મોદી સરકાર યુવાનોને રોજગાર આપવા, મહિલાને સુરક્ષા આપવા, ખેડૂતોને યોગ્ય ભાવ અને દલિતોને તેમનાં અધિકાર નથી આપતા

જન આક્રોશ રેલી પહેલા રાહુલનો પ્રહાર: 4 વર્ષમાં મોદી સરકાર નિષ્ફળ

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કાલે એટલે કે 29 એપ્રીલે રામ લીલા મેદાનમાં જનસભાને સંબોધિત કરશે. કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ દિલ્હીમાં તે રાહુલની પહેલી રેલી યોજાશે. રાહુલ પણ આ રેલીનાં મુદ્દે ઉત્સાહીત છે. તેમણે રેલીનાં એખ દિવસ તેનો ઇરાદો વ્યક્ત કર્યો છે. રાહુલ ગાંધીએ એક ટ્વીટ દ્વારા લોકોને જન આક્રોશ રેલીમાં ભાગ લેવાની અપીલ કરી છે. તેમણે લખ્યું છે કે, દેશમાં વડાપ્રધાન મોદીની આગેવાનીમાં સરકારનાં 4 વર્ષ પુરા થઇ ચુક્યા છે. આ ચાર વર્ષમાં ભાજપે પોતાનું એક પણ વચન નથી પાળ્યું. 

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, મોદી સરકારનાં ચાર વર્ષમાં યુવાનોને રોજગાર નથી મળ્યો, મહિલાઓને સુરક્ષા નથી, ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળી રહ્યા, દલિતો- લઘુમતીને અધિકાર નથી મળ્યો. બીજી તરફ રાહુલ આ રેલીને સફળ બનાવવા માટે કોંગ્રેસી ઘણા દિવસોથી મહેનત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી રવિવારે સવારે 9.30 વાગ્યે રામલીલા મેદાનમાં જન આક્રોશ રેલીમાં ભાગ લેશે.

आपके सहयोग की अपेक्षा रहेगी। pic.twitter.com/a9kYO72s0r

— Rahul Gandhi (@RahulGandhi) April 28, 2018

દિલ્હી કોંગ્રેસ એકમનાં અધ્યક્ષ અજય માકને કહ્યું કે, પાર્ટી કાર્યકર્તાઓનાં 40 હજાર આવેદન પહેચાન પત્ર બનાવવા માટે મળી ચુક્યા છે. આશરે ડોઢલાખથી બે લાખ કાર્યકર્તાનાં રેલીમાં ભાગ લેવાની સંભાવના છે. કોંગ્રેસ હવે 2019ની ચૂંટણી મુદ્દે આક્રમક વલણ અપનાવી રહી છે

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news