Allu Arjun net worth: પુષ્પાની સીક્વલ માટે માંગ્યા આટલા કરોડ, અલ્લુ અર્જૂનની વૈભવી લાઈફ વિશે જાણી આંખો ફાટી જશે

Allu Arjun net worth: પુષ્પા, પુષ્પારાજ ઝૂકી ગા નહીં સાલા... આ ડાયલોગ બાદ સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જૂનની ફેન ફોલોવિંગ દિવસેને દિવસે વધતી જઈ રહી છે. ત્યારે અલ્લુ અર્જુનના ચાહકો તેની વૈભવી લાઈફ વિશે જરૂરથી જાણવા માંગતા હશે...

Allu Arjun net worth: પુષ્પાની સીક્વલ માટે માંગ્યા આટલા કરોડ, અલ્લુ અર્જૂનની વૈભવી લાઈફ વિશે જાણી આંખો ફાટી જશે

Allu Arjun net worth: 'ફિલ્મ પુષ્પા: ધ રાઈઝ' ફિલ્મ આવ્યા બાદ સાઉથના જાણીતા સુપરસ્ટાર અલ્લુ અર્જૂનના ચાહકો દરરોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે અલ્લુ અર્જૂની પોપ્યુલેરીટી માત્ર આપણાં દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ વધી ગઈ છે. અલ્લુ અર્જૂને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જે પરદા પર હિટ સાબિત થઈ છે. તમને જણાવી દઈએ કે, સાઉથના સૌથી મોંઘા એક્ટરમાંથી એક છે. અલ્લુ અર્જૂન ઘણી વૈભવી લાઈફ જીવવાનું પસંદ કરે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલ્લુ અર્જુનની ટોટલ નેટવર્થ 47 મિલિયન છે. એટલે કે લગભગ 350 કરોડ રૂપિયા. તે એક ફિલ્મમાં કામ કરવાના 14 થી 15 કરોડ રૂપિયા ફી ચાર્જ કરે છે. ત્યારે 'પુષ્પા'ની સીક્વલ માટે અલ્લુ અર્જૂને 100 કરોડ રૂપિયાની મોટી રકમ માંગી છે.

અલ્લુ અર્જૂન હૈદરાબાદના જુબલી હિલ્સમાં એક વૈભવી બંગાલમાં રહે છે. તેનું ઘર ખુબ જ સુંદર રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે. જે 8000 sq ft માં ફેલાયેલું છે. આ ઉપરાંત તેના ઘરમાં એક પ્રાઈવેટ પૂલ પણ છે. આ ઘરમાં અલ્લુ અર્જૂન તેની પત્ની સ્નેહા રેડ્ડી અને બે બાળકો સાથે રહે છે. મડિયા રિપોર્ટ અનુસાર આ ઘરની કિંમત 100 કરોડ રૂપિયા છે. ત્યારે એક્ટરે મુંબઇમાં પણ એક 2 BHK ફ્લેટ ખરીદ્યો છે.

અલ્લુ અર્જુન કારનો ખુબ જ શોખીન છે. તેની પાસે એકથી એક ચઢિયાતી શાનદાર અને વૈભવી કારનું કલેક્શન છે. તેની પાસે એક રેન્જ રોવર, હમર એચ2, રેન્જ રોવર વોગ, જેગુઆર એક્સજેએલ, વોલ્વો એક્સીસી90 ટી8 એક્સીલેન્સ જેવી મોંઘી કાર છે. તેની કારની કિંમત કરોડોમાં છે. આ ઉપરાંત તેની પાસે પોતાનું એક પ્રાઈવેટ જેટ પણ છે અને સાથે વેનિટિ વેન પણ છે. મીડિયા રિપોર્ટ અનુસાર અલ્લુ અર્જૂનની વેનિટી વેનની કિંમત લગભગ 7 કરોડ રૂપિયા છે. જેને તેણે 'ધ ફાલ્કન' નામ આપ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news