'ધૂમ 4'માં જોવા મળશે અક્ષય કુમાર, આ દિવસે થશે ફિલ્મની જાહેરાત

યશ ચોપડા (Yash Chopra) દ્વારા બનાવવામાં આવેલા યશરાજ બેનરને ટૂંક સમયમાં 50 વર્ષ પુરા થવાના છે, આ અવસરને ખાસ બનાવવા માટે તેના ચેરપર્સન આદિત્ય ચોપડા(Aditya Chopra)એ એક ખાસ પ્લાનિંગ કર્યું છે. જો કો કોઇ-મોઇ ડોટ કોમના તાજા રિપોર્ટનું માનીએ તો યશરાજ બેનર (YashRaj Films) પોતાની 50મી વર્ષગાંઠ પર ધૂમ 4 (Dhoom 4)ની જાહેરાત કરશે.

'ધૂમ 4'માં જોવા મળશે અક્ષય કુમાર, આ દિવસે થશે ફિલ્મની જાહેરાત

નવી દિલ્હી: યશ ચોપડા (Yash Chopra) દ્વારા બનાવવામાં આવેલા યશરાજ બેનરને ટૂંક સમયમાં 50 વર્ષ પુરા થવાના છે, આ અવસરને ખાસ બનાવવા માટે તેના ચેરપર્સન આદિત્ય ચોપડા(Aditya Chopra)એ એક ખાસ પ્લાનિંગ કર્યું છે. જો કો કોઇ-મોઇ ડોટ કોમના તાજા રિપોર્ટનું માનીએ તો યશરાજ બેનર (YashRaj Films) પોતાની 50મી વર્ષગાંઠ પર ધૂમ 4 (Dhoom 4)ની જાહેરાત કરશે, ફિલ્મ ધૂમ 4 (Dhoom 4)ની સાથે હવે ઘણા બધા અભિનેતાઓના નામ જોડાઇ ચૂક્યા છે પરંતુ મેકર્સે કોઇપણ પણ પાકી મોહર લાગી નથી. 

જો પોર્ટલના રિપોર્ટનું માનીએ તો મેકર્સ ધૂમ 4 (Dhoom 4) માટે અક્ષય કુમાર (Akshay Kumar)ના નામ પર વિચાર કરી રહ્યા છે. અક્ષય કુમાર (Akshay Kumar)એ તાજેતરમાં જ યશરાજ બેનરની પૃથ્વીરાજ શરૂ કરી છે, જોકે એક મોટા બજેટની ફિલ્મ છે. આ ખત કરતાં જ તે ધૂમ 4 (Dhoom 4) શરૂ કરી રહ્યા છે. ફિલ્મ ધૂમ 4 (Dhoom 4)ની બાકી સ્ટારકાસ્ટ કોણ હશે, તે હજુ સુધી ખબર પડી નથી પરંતુ એટલું માનવામાં આવી રહ્યું છે કે ધૂમ 4 (Dhoom 4) આ સીરીઝને આગળ વધારવાનું કામ કરશે. 

તમને જણાવી દઇએ કે ધૂમ 4 (Dhoom 4) ની સાથે શાહરૂખ ખાન (Shah Rukh Khan)નું નામ પણ જોડાઇ રહ્યું હતું પરંતુ થોડા સમય પહેલાં જ મેકર્સે સ્પષ્ટ કરી દીધું છે કે આ ફિલ્મનો ભાગ નહી બને. જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે યશરાજ બેનર શાહરૂખ ખાન (Shah Rukh Khan)ની સાથે પણ એક મોટી ફિલ્મની જાહેરાત કરવાનું વિચારી રહ્યા છે. શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને યશરાજ બેનરે ઘણી બધી ફિલ્મો એકસાથે કરી છે અને 50મી વર્ષગાંઠના અવસર પર આ એલાન ઘણા બધા લોકોના ચહેરા પર સ્માઇલ લાવી શકે છે. અક્ષય કુમાર અને શાહરૂખ ખાનની ફિલ્મોની સાથે-સાથે સલમાન ખાનની ટાઇગર સીરીઝની આગામી ફિલ્મની જાહેરાત પણ આ અવસરે થઇ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news