કપૂરપરિવાર ઘડી રહ્યો છે આલિયાને વહુ બનાવવાનો પ્લાન પણ તેના મગજમાં ચાલી રહી છે બીજી રાજરમત

હાલમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની લવસ્ટોરી બહુ જલ્દી આગળ વધી રહી છે

Updated By: Nov 7, 2019, 04:09 PM IST
કપૂરપરિવાર ઘડી રહ્યો છે આલિયાને વહુ બનાવવાનો પ્લાન પણ તેના મગજમાં ચાલી રહી છે બીજી રાજરમત

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ ટૂંક સમયમાં તેના બોયફ્રેન્ડ રણબીર કપૂરની સાથે અયાન મુખરજીની બ્રહ્માસ્ત્રમાં સાથે કામ કરી રહી છે. લેટેસ્ટ ચર્ચા પ્રમાણે હવે આલિયા પણ હોલિવૂડ જઈ રહી છે. આ એક્ટરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટોગ્રાફ શેર કર્યો હતો. તે તેની બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા રંજનની સાથે લોસ એન્જેલસમાં હતી. રિપોર્ટ પ્રમાણે આલિયા એક હોલિવૂડ સેલિબ્રિટી મેનેજરની શોધ કરી રહી છે અને આ માટે તે લોસ એન્જલસની મુલાકાતે ગઈ છે.

એક તરફ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાના લગ્નના સમાચારોને લઇને ચર્ચામાં છે ત્યારે આલિયાનો આ નવો પ્લાન જાહેર થયો છે. નોંધનીય છે કે થોડા દિવસો પહેલાં તેમના લગ્નનું એક કાર્ડ વાયરલ થયું હતું. જોકે પછી ખબર પડી કે તે કાર્ડ ફેક હતું પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે આલિયા અને રણબીર આ નવેમ્બરમાં લગ્ન કરવા જઇ રહ્યા છે. 

નોંધનીય છે કે આલિયા ટૂંક સમયમાં સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે શૂટિંગ શરૂ કરશે. દરમિયાનમાં ભણસાલી આલિયા ભટ્ટ માટે કોઈ ટ્યૂટરની શોધ કરી રહ્યા છે. આ એક્ટર પહેલી વખત આ ફિલ્મમેકરની સાથે કામ કરવા જઈ રહી છે. તે આ ફિલ્મમાં 1960ના દશકમાં કમાઠીપુરાના વેશ્યાગૃહની મેડમ ગંગુબાઈ કોઠેવાલીનો રોલ પ્લે કરશે કે જેના ક્લાયન્ટ્સ ગેંગસ્ટર્સ હતા. તે ડ્રગ પેડલર હોવાની પણ અફવા હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...