Video : બચ્ચન પરિવારે ભાણીબાનો જન્મદિવસ ઉજવ્યો ભવ્ય રીતે, કેક હતી 'સુપર સે ઉપર'

શ્વેતા બચ્ચન નંદાની દીકરી નવ્યા નવેલી નંદાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે

Video : બચ્ચન પરિવારે ભાણીબાનો જન્મદિવસ ઉજવ્યો ભવ્ય રીતે, કેક હતી 'સુપર સે ઉપર'

નવી દિલ્હી : અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા ગઈકાલે 21 વર્ષની થઈ ગઈ હતી. તેનો બર્થ ડે સેલિબ્રેટ કરવા મામી ઐશ્વર્યા રાય બચ્ચન પણ પહોંચી હતી. આરાધ્યા પણ તેની મોટી બહેનના બર્થ ડેમાં હાજર રહી હતી. આ ઉપરાંત બચ્ચન પરિવારના બધા જ સભ્ય નવ્યાને વિશ કરવા પાર્ટીમાં આવ્યા હતા.

A post shared by AbhiAsh_IndoFc (@abhiash_indofc) on

નવ્યાનો એક કેક કટિંગનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે જેમાં નવ્યાની નજર કેક પર જ ચોંટેલી છે. નવ્યાના બર્થ ડે પર તેની ફ્રેન્ડ્સ અને બીજા સ્ટાર કિડ્સ ખુશી કપૂર, શનાયા કપૂર વગેરે પણ હાજર રહ્યા હતા. શનાયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ પ્રસંગે થોડા ફોટોઝ પોસ્ટ કર્યા હતા.

ચર્ચા પ્રમાણે નવ્યા બોલિવૂડમાં કરિયર બનાવવા માગે છે. નવ્યા નવેલીની તસવીરો સોશ્યલ મીડિયામાં ચમકી રહી છે એથી તે અત્યારે ચર્ચામાં છે. જોકે નવ્યાની માતા શ્વેતા માને છે કે એક્ટર બનવાનો સાચો માર્ગ તેની મમ્મી જયા બચ્ચનની માફક પૂરી તૈયારી કરીને આગળ વધવાનો છે, તેના પપ્પાની માફક ઠેબાં ખાઈને આગળ વધવાનો નહીં. પોતાની મમ્મીની વાત કરતાં શ્વેતાએ કહ્યું હતું કે ‘મારી મમ્મી તેના પરિવારમાં સૌથી મોટી દીકરી છે. એક્ટર બનવાની મહેચ્છા તેણે તેના પપ્પાને પોતે ગ્રેજ્યુએટ થઈ પછી જણાવી હતી. મમ્મીએ એક્ટિંગ-સ્કૂલમાં દાખલ થવાનું પસંદ કર્યું હતું. તે બહુ સારી સ્ટુડન્ટ હતી. મને લાગે છે કે આવી રીતે આગળ વધવું જોઈએ. બધું આસાન છે એમ ધારીને એક્ટર ન બનાય. આ ઇન્ડસ્ટ્રીમાં પ્રસિદ્ધિ અને પૈસા તાત્કાલિક મળે છે એ વાત સાવ ખોટી છે.’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news