કપિલ દેવની ભૂમિકા ભજવવા માટે ઉત્સાહિત રણવીર, આમની પાસે લેશે ટ્રેનિંગ

રણવીર સિંહની સિંબા 28 ડિસેમ્બરે રિલીઝ થવાની છે અને ત્યારબાદ તે ભારતના પૂર્વ ક્રિકેટર કપિલ દેવ પર બની રહેલી બાયોપિક 83મા જોવા મળશે.   

Updated By: Dec 25, 2018, 04:34 PM IST
કપિલ દેવની ભૂમિકા ભજવવા માટે ઉત્સાહિત રણવીર, આમની પાસે લેશે ટ્રેનિંગ
ફાઇલ તસવીર

નવી દિલ્હીઃ રણવીર સિંહ બોલીવુડના તે સ્ટાર્સમાં સામેલ છે, જેનામાં ગજબનું ટેલેન્ટ છે. તે પોતાની જબરદસ્ત એનર્જી અને એક્ટિંગ સ્કિલ્સથી બધાનું દિલ જીતી લે છે. રણવીરની ફિલ્મ 'સિંબા' 28 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે અને તે આ ફિલ્મને લઈને એક્સાઇટેડ છે. પરંતુ તેનાથી પણ વધુ ખુશી તેને આગામી ફિલ્મ 83ને લઈને છે, જેમાં તે ભારતના પૂર્વ ક્રિકેટર કપિલ દેવનો રોલ પ્લે કરશે. 

આ ફિલ્મને કબીર ખાન ડાયરેક્ટ કરી રહ્યાં છે. રણવીર કપિલની ભૂમિકામાં જોવા મળશે. આ ભૂમિકા માટે કરવામાં આવી રહેલી તૈયારીઓને લઈને રણવીરે કહ્યું કે, તે જાણે છે તેના ખભા પર કેટલી મોટી જવાબદારી છે અને તે આગામી વર્ષથી તેમાં લાગી જશે. રિપોર્ટસ અનુસાર, કપિલ આ બાયોપિકમાં કપિલ દેવ પાસેથી જ ક્રિકેટની ટ્રેનિંગ લેશે. રણવીર કહે છે કે, લોકો કપિલ દેવને આદર્શ માને છે અને તેથી તેમની ભૂમિકા નિભાવવી, તેને ન્યાય આપવો તેના માટે સૌથી મોટો પડકાર રહેશે. 

અબરામને ટેનિસ પ્લેયર બનાવવા ઈચ્છે છે શાહરૂખ ખાન, આ છે કારણ 

રણવીર આ બાયોપિકમાં કપિલ દેવનો ટ્રેડમાર્ક શોટ એટલે કે આઉટસ્વિંગર કરતો પણ નજરે પડશે. કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મમા તે કહાની પણ હશે જ્યારે કપિલ દેવની આગેવાનીમાં ભારતે પોતાનો પ્રથમ વિશ્વકપ જીત્યો હતો. આ ક્ષણને જીવવા માટે રણવીર સિંહ ખુબ ઉત્સાહિત છે. 

રણવીર પહેલા આ પ્રોજેક્ટ માટે તૈયાર ન હતો અને ખુબ મહેનત બાદ તેને 83 માટે મનાવવામાં આવ્યો. રણવીર પ્રમાણે, તે જ્યારે આ ફિલ્મની સ્ટોરીને લઈને પ્રથમવાર કબીર ખાનને મળ્યો હતો, તો તેમની પાસે સંપૂર્ણ સ્ક્રિપ્ટ તૈયાર ન હતી, પરંતુ જ્યારે તેમણે સ્ટોરી સાથે જોડાયેલા કેટલાક કિસ્સા સાંભળ્યા તો તેમને અંદાજ આવી ગયો કે, આ કેટલી અવિશ્વસનીય અને મોટી ફિલ્મ થવાની છે. 

વાંચો બોલીવુડના અન્ય સમાચાર..