જાણીતી અભિનેત્રીએ લગ્ન બાદ કબૂલ્યો હતો ઈસ્લામ, હવે કહ્યું- સનાતન ધર્મમાં વાપસી કરીને ખુશ છું

અભિનેત્રી ચાહત ખન્નાના બે વાર લગ્ન થયા અને બંને વાર તૂટી ગયા. તેણે પોતાની પર્સનલ લાઈફમાં ખુબ ઉતાર ચડાવ જોયા છે. ચાહતના પહેલા લગ્ન 2006માં ભારત નરસિંઘાની સાથે થયા હતા. ગણતરીના મહિનામાં લગ્ન તૂટી ગયા. તેના બીજા લગ્ન ફરહાન મિર્ઝી સાથે થયા અને ત્યારબાદ તેણે ઈસ્લામ ધર્મ કબૂલ્યો હતો.  ફરહાન મિર્ઝા એ બોલીવુડ રાઈટર શાહરૂખ મિર્ઝાના પુત્ર છે.

જાણીતી અભિનેત્રીએ લગ્ન બાદ કબૂલ્યો હતો ઈસ્લામ, હવે કહ્યું- સનાતન ધર્મમાં વાપસી કરીને ખુશ છું

ફેમસ ટીવી અભિનેત્રી ચાહત ખન્ના જેણે બડે અચ્છે લગતે હૈ, અને કબૂલ હૈ જેવા શો કર્યા અને પ્રખ્યાત થઈ. હાલમાં જ તેણે એક ઈન્ટરવ્યુમાં મોટો ખુલાસો કર્યો. તેણે જણાવ્યું કે બીજા લગ્ન નબાદ તે ઈસ્લામને ફોલો કરવા લાગી હતી. પરંતુ હવે તે સનાતન ધર્મમાં પાછી ફરીને ખુબ ખુશ છે. 

ચાહત ખન્નાના બે લગ્ન થયા હતા
ટીવી અભિનેત્રી ચાહત ખન્નાના બે વાર લગ્ન થયા અને બંને વાર તૂટી ગયા. તેણે પોતાની પર્સનલ લાઈફમાં ખુબ ઉતાર ચડાવ જોયા છે. ચાહતના પહેલા લગ્ન 2006માં ભારત નરસિંઘાની સાથે થયા હતા. ગણતરીના મહિનામાં લગ્ન તૂટી ગયા. તેના બીજા લગ્ન ફરહાન મિર્ઝી સાથે થયા અને ત્યારબાદ તેણે ઈસ્લામ ધર્મ કબૂલ્યો હતો.  ફરહાન મિર્ઝા એ બોલીવુડ રાઈટર શાહરૂખ મિર્ઝાના પુત્ર છે. વર્ષ 2018માં ચાહતના ફરહાન સાથે ડિવોર્સ થઈ ગયા. તેણે તેના પતિ પર સેક્સ્યુઅલ અને મેન્ટલ હેરેસમેન્ટનો કેસ કર્યો હતો. તેની બે પુત્રીઓ પણ છે. હવે એક ઈન્ટરવ્યુમાં ચાહતે જણાવ્યું કે તેના પતિએ ઈસ્લામ કબૂલ કરવા માટે તેનું બ્રેઈનવોશ કર્યું હતું. હવે તે સનાતન ધર્મમાં પાછી ફરીને ખુશ છે. 

હું કટ્ટર નથી, પસ્તાવો નથી
ઝૂમ/ ટેલી ટોક ઈન્ડિયા સાથે વાતચીતમાં ચાહત ખન્નાએ કહ્યું પોતાના ધર્મમાં પાછા ફરીને મને ખુબ સારું લાગ્યું. પરંતુ ઈસ્લામમાં વિશ્વાસ ધરાવવા બદલ કોઈ પસ્તાવો નથી. હું ખુબ ખુશ  છું સનાતન ધર્મમાં પાછી ફરીને. 

બધા ધર્મોમાં વિશ્વાસ છે
ઈન્ટરવ્યુમાં ચાહત ખન્નાએ કહ્યું કે, તેણે કહ્યું કે હું ધાર્મિક જરાય નથી પરંતુ આધ્યાત્મિક છું. હું ખુબ લિબરલ છું અને દરેક ધર્મમાં વિશ્વાસ ધરાવું છું. હું કટ્ટર નથી. 

કાલી અને કૃષ્ણ ભક્ત
ચાહત ખન્નાએ કહ્યું કે મારા લગ્ન થયા ત્યારે હું ઈસ્લામ વિશે શીખી. મને ઘણું બધુ ઈસ્લામિક જ્ઞાન મળ્યું. હું ઈસુ ખ્રિસ્તમાં પણ વિશ્વાસ ધરાવું છું. હું કાલી અને કૃષ્ણ ભક્ત છું. ચાહતને પૂછવામાં આવ્યું કે સનાતન ધર્મમાં વાપસી માટે તેણે 'આભારી' છું એમ કેમ કહ્યું? તેના પર ચાહતે કહ્યું કે હું ભટકી ગઈ હતી. એક બાળક તરીકે જ્યારે તમને જ્યારે હંમેશા કહેવામાં આવે કે જે કરી રહ્યા છો તે ખોટું છે તો તમને કશું ખબર પડશે નહીં. તમે નબળા પડી જશો અને એ જ મારી સાથે થયું. સનાતન ધર્મમાં પાછા ફરવામાં મને થોડો સમય લાગ્યો. પરંતુ હું ખુશ અને ઠીક છું. 

બ્રેઈનવોશ કરાયું?
ચાહતને જ્યારે પૂછવામાં આવ્યું કે તેનું  બ્રેઈનવોશ કરાયું હતું? તેના પર ચાહતે કહ્યું કે, મને નથી ખબર કે તે શું હતું પરંતુ હા કહી શકાય. આથી મે કહ્યું કે સારું થયું કે હું ઘરે પાછી આવી ગઈ. મને કહેવાયું હતું કે મારા ભગવાનની પૂજા ન કરું અને એ વાત સૌથી ખોટી હતી. હવે મને ખબર છે કે શું સાચુ છે અને શું ખોટું. 

ઘર વાપસી કરીને ખુશ
ચાહતે કહ્યું કે મારા ડિવોર્સ બાદ હું મને 'ઘર વાપસી' કરવા માટે ખુબ સમય લાગ્યો. મને ઈસ્લામમાં પણ વિશ્વાસ ધરાવતા 4-5 વર્ષ લાગ્યા અને આજે પણ હું તેમની  કેટલીક ધારણાઓને માનું છું. ખુબ સારા છે. પરંતુ હું હવે સનાતન ધર્મમાં પાછી  આવી ગઈ. મને કેટલીક ચીજોની પાછળ છૂપાયેલા સત્યની ખબર પડી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news