કોંગ્રેસમાં કોણ લેશે ગેનીબેનની જગ્યા? જાણો વાવ વિધાનસભા પેટા ચૂંટણી મામલે મોટા સમાચાર
Ganiben Thakor: બનાસકાંઠાની હાઈપ્રોફાઈલ બેઠક પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ બેઠક પરથી ગેનીબેન ઠાકોરે રાજીનામુ આપતા ખાલી પડેલી બેઠક પર હવે 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. ગેનીબેન ઠાકોરના કાકાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હોવાની ચર્ચાએ પણ રાજકીય વર્તુળોમાં જોર પકડ્યું....
Trending Photos
Vav By Election 2025: સૌ કોઈ જાણે છેકે, 2024ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની કુલ 26 પૈકી બનાસકાંઠાની એક માત્ર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. અને એ ઉમેદવાર હતા ગેનીબેન ઠાકોર. ગેનીબેન ઠાકોર લોકસભા ચૂંટણી જીતીને સાંસદ બન્યા તો હવે તેમની વિધાનસભાની બેઠક વાવ ખાલી પડી. જ્યાં હવે પેટા ચૂંટણી કરવી પડશે. ત્યારે પેટા ચૂંટણીમાં ગેનીબેન ખુદ કોને કરી રહ્યાં છે ટેકો? કોંગ્રેસ કોને જાહેર કરશે પોતાના ઉમેદવાર? શું ગેનીબેનના કાકા છે કોંગ્રેસથી નારાજ?
- કોંગ્રેસે ઉમેદવારનું નામ લગભગ ફાઈનલ કરી લીધુ છે
- કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂતનું નામ નક્કી: સૂત્ર
- ગુલાબસિંહ રાજપૂતનું નામ કોંગ્રેસે નક્કી કર્યું: સૂત્ર
- વાવ બેઠક પર કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂતને ઉમેદવાર બનાવશે: સૂત્ર
વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારને લઈ ચર્ચા તેજ થઈ ગયું છે. ગઈકાલે વાવ માટે કોંગ્રેસના ત્રણ દાવેદારો શક્તિસિંહ અને નિરીક્ષકોને મળ્યા હતા. નિરીક્ષકોએ ગુલાબસિંહ રાજપૂતને કોંગ્રેસ ઉમેદવાર બનાવવા ભલામણ કરી હોવાની વાત પણ સામે આવી. સાંસદ ગેનીબેન ઠાકોર પણ ગુલાબસિંહના સમર્થનમાં હોવાની વાત ચર્ચામાં છે. નામ જાહેર કરવાને બદલે છેલ્લા દિવસે સીધો મેન્ડેટ અપાય એવી શક્યતા પણ રાજકીય વર્તુળોમાં વ્યક્ત કરવામાં આવી છે. વાવ વિધાનસભામાં કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂતને ઉતારે એવી શક્યતા ગુલાબસિંહ રાજપૂત અગાઉ થરાદ વિધાનસભા પેટા ચૂંટણી જીતી ચૂક્યા છે.
- વાવ વિધાનસભા પેટા ચૂંટણી મામલે ભાજપની બેઠક
- મુખ્યમંત્રી નિવાસ સ્થાને ભાજપની મહત્વની બેઠક
- બેઠકમાં મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ હાજર
- બેઠકમાં સંગઠન મહામંત્રી પણ હાજર
- ઉમેદવાર પસંદગીને લઈને બેઠકમાં ચર્ચા સંભવ
- 25 ઓકટોબરે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલો દિવસ
બનનાસકાંઠાની વાવ વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવારનું નામ જાહેર કરે તે પહેલા વિવાદ ઉભો થયો હતો. વાવ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખનો વીડિયો વાયરલ થયો હતો. સેન્સ આપી હોવા છતાં દાવેદારમાંથી નામ કાઢી દેવાયાનો આરોપ પણ લગાવાયો છે. વશરામજી યાત્રાએ કોંગ્રેસ પાર્ટી પર કર્યા આરોપ. કોંગ્રેસ પાર્ટીના આ વલણના કારણે ઠાકોર સમાજ નારાજ થયાના વશરામજીના આરોપ. ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ કોંગ્રેસમાં વિખવાદની ચર્ચા. કોંગ્રેસ આજે ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતા વચ્ચે આ વાયરલ વીડિયો ચર્ચાનો વિષય બન્યો.
ઉલ્લેખનીય છેકે, બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામે તેવી સંભાવના ઉભી થઈ છે. કારણકે, ભાજપ-કોંગ્રેસની સાથો-સાથ હવે અપક્ષ ઉમેદવાર પણ મેદાન-એ-જંગમાં ઉતર્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. એવી પણ માહિતી સામે આવી છેકે, આ ઉમેદવાર ગેનીબેનના કૌટુંબિક કાકા જ છે. વાવ પેટા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. જેમાં ભાજપમાંથી 50 દાવેદારોએ ફોર્મ ભર્યા છે જ્યારે કોંગ્રેસમાંથી 8 દાવેદારેએ પોતાની દાવેદારી નોંધાવી છે તેવામાં હવે અપક્ષ ઉમેદવાર તરીકે ત્રીજા વ્યક્તિ બહાર આવ્યા છે. જેમાં ગેનીબેનના કૌટુબીક કાકાએ જ અપક્ષ ઉમેદવારી નોંધવવા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
વાવ પેટા ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો!
વાવ બેઠક કોંગ્રેસનો કહેવાય છે જેથી કોંગ્રેસ કોઈ પણ રીતે આ બેઠક જાળવી રાખવા માંગે છે કોંગ્રેસ માટે આ વર્ચસ્વની લડાઈ બની છે અત્યારે તમામ દાવેદારો કહી રહ્યા છે કે, પાર્યી જેની પસંદગી કરશે તેને બધા સાથે મળીને જીતાડવાનો પ્રયાસ કરીશું ત્યારે કોંગ્રેસમાં કોને ટિકીટ આપવી તે મુદ્દે મનોમંથન ચાલી રહ્યુ છે. બીજી તરફ ભાજપ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા સીટ પરથી મળેલી હારને ભૂલ્યું નથી જેથી આ હારનો બદલો લેવા માટે ભાજપ પણ મજબુત ઉમેદવારની સપંદગીની કવાયતમાં લાગ્યું છે. ભાજપમાંથી ચૂંટણી લડવા માટે 50 જેટલા દાવેદારોએ દાવેદારી નોંધાવતા ભાજપ કોનું પત્તુ કાપશે અને કોને સાચવશે તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે તેમજ આપ પાર્ટી પણ વાવ બેઠક પરથી ચૂંટણી લડવા માટેની તૈયારીઓ કરી રહી છે તેવામાં વાવ બેઠક પર ત્રણ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. તેમાય ખાસ તો ગેનીબેનના પરિવારમાંથી જ અપક્ષ ઉમેદવાર ઉભા થયા છે જેથી લાગી રહ્યુ છે કે, ભૂરાજી ઠાકોર કોંગ્રેસને હરાવવા માટે મેદાને આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે