OMG! 'બિગ બોસ 12'ના સ્પર્ધક અનુપ જલોટાના અફેર્સનું લિસ્ટ જાણીને ઉડી જશે હોશ

અનુપ જલોટા અને ગર્લફ્રેન્ડ જસલીનની જોડી ચર્ચાનો મુદ્દો બની છે

OMG! 'બિગ બોસ 12'ના સ્પર્ધક અનુપ જલોટાના અફેર્સનું લિસ્ટ જાણીને ઉડી જશે હોશ

મુંબઈ : રિયાલિટી શો 'બિગ બોસ'માં અનુપ જલોટા અને તેની ગર્લફ્રેન્ડ જસલીનની જોડી ચર્ચાનો મુદ્દો બની છે. જોકે હવે ધીરેધીરે અનુપ જલોટાની પોલ ખુલવાની શરૂ થઈ ગઈ છે. ભજન ગાયક અનુપ જલોટા અને તેનાથી 37 વર્ષ નાની શિષ્યાના અફેરની ચારે તરફ ચર્ચા છે ત્યારે નવીનવી વાત સામે આવી રહી છે. અનુપ જલોટાના અંગત જીવનની વાત કરીએ તો તે જસલીન પહેલાં ત્રણ વખત લગ્ન કરી ચૂક્યા છે. તેના બે લગ્નનો અંત ડિવોર્સ સાથે આવ્યો હતો જ્યારે ત્રીજી પત્ની મેઘા ગુજરાલના નિધન સાથે તેના લગ્નનો અંત આવી ગયો હતો. ન્યૂઝ પોર્ટલ લલ્લન ટોપના રિપોર્ટ પ્રમાણે અનુપ જલોટા પર વર્ષો પહેલાં એક ઇઝરાયલી મોડેલે કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો હતો. 

આ મોડેલ રીના ગોલને એક પુસ્તક 'ડિયર મિસ્ટર બોલિવૂડ'માં ખુલ્લેઆમ આરોપ મૂક્યા છે. પુસ્તકમાં જણાવ્યું હતું કે તે કામ માટે અનુપ જલોટાના સંપર્કમાં આવી હતી અને તેણે પોતાની બીમાર પત્નીની દુખભરી વાર્તા કરીને તેની નજીક આવવાનો પ્રયાસ કર્યો હતો. આ પુસ્તક 2011માં છપાયું હતું અને હવે અનુપ જલોટાના નવા પ્રકરણને કારણે ફરી ચર્ચામાં આવ્યું છે. 

અનુપ જલોટા પર એક મોડલ કમ સિંગર અનીશા સિંહ શર્મા નામની મહિલાએ છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. મોડેલે અનુપ પર આરોપ લગાવીને કહ્યું હતું કે તેઓ 6 મહિના સુધી રિલેશનશીપમાં હતા. તેણે કહ્યું હતું કે અનુપે 'બિગ બોસ'ના ઘરમાં મને જોડી તરીકે લઈ જવાનો વાયદો કર્યો હતો. ટેલિચક્કરના રિપોર્ટ પ્રમાણે એક લીડિંગ પોર્ટલ એક ટીવી એક્ટ્રેસે નામ ન છાપવાની શરત પર ભજન ગાયક પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news