OMG: 'સલમાન ખાન' BAમાં થયો હતો માંડમાંડ પાસ! માર્કશીટ વાઇરલ

સોશિયલ મીડિયા પર આગરાની એક કોલેજ માર્કશીટની તસવીર વાઇરલ થઈ રહી છે અને તે BA ફર્સ્ટ યરની છે

OMG: 'સલમાન ખાન' BAમાં થયો હતો માંડમાંડ પાસ! માર્કશીટ વાઇરલ

નવી દિલ્હી : બોલિવૂડનો 'દબંગ' સલમાન ખાન હાલમાં પોતાની આગામી ફિલ્મ 'ટાઇગર ઝિંદા હૈ'માં બહુ વ્યસ્ત છે. જોકે હાલમાં સલમાન એક બીજા કારણથી ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં એક કોલેજ માર્કશીટ વાઇરલ થઈ છે જે BA ફર્સ્ટ યરની છે. આ માર્કશીટમાં સલમાનની તસવીર લાગેલી છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પબ્લિશ સમાચા પ્રમાણે જે માર્કશીટ વાઇરલ થ ઈ છે એ અમૃતા સિંહ મેમોરિયલ ડિગ્રી કોલેજના એક વિદ્યાર્થીની છે. આ વિદ્યાર્થીએ BAની પહેલા વર્ષની પરીક્ષા 35 ટકા સાથે પાસ કરી હતી. જોકે યુનિવર્સિટીથી મોટી ભુલ થી ગઈ અને માર્કશીટમાં વિદ્યાર્થીના બદલે સલમાન ખાનની તસવીર લાગી ગઈ. 

સોશિયલ મીડિયા પર બહુ ઝડપથી આ ફોટો વાઇરલ થઈ ગયો છે. યુનિવર્સિટીની આ ભુલ જાણીને બધાને આંચકો લાગ્યો છે. સલમાન તો જોકે હાલમાં પોતાની આગામી ફિલ્મ 'ટાઇગર ઝિંદા હૈ'માં બહુ વ્યસ્ત છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે જેમાં કેટરિના એેક્શન કરતી નજરે ચડી રહી છે. 

'ટાઇગર ઝિંદા હૈ' માટે સલમાન અને કેટરિનાએ બહુ મહેનત કરી છે અને એક્શન દ્રશ્યો માટે ટ્રેઇનિંગ પણ લીધી છે. આ ફિલ્મોનું શૂટિંગ ઓસ્ટ્રિયા, ગ્રીસ, મોરક્કો, અબુ ધાબી અને ભારત જેવા પાંચ અલગઅલગ દેશોમાં થયું છે. યશરાજ બેનર હેઠળ બનેલી આ ફિલ્મ 22 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news