જ્યારે સચિને આપી હતી ગાંગુલીને કરિયર ખતમ કરી દેવાની ધમકી! ક્રિકેટનો સૌથી કડવો કિસ્સો!
Cricket News: જીતની પાર્ટી માટે પહેલાંથી જ સચિન તેંડુલકરે લઈને રાખી હતી શૈમ્પેન પણ હારે મૂડ બગાડ્યો. ક્યારેય ના થયો હોય એટલે ગુસ્સે થયો તેંડુલકર...આ મેચમાં સચિન-ગાંગુલી વચ્ચે થઈ હતી મોટી બબાલ!
Trending Photos
Sachin Tendulkar and Sourav Ganguly: સચિન તેંડુલકરની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ વર્ષ 1997માં વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ પર ભારતને વેસ્ટ ઈન્ડિઝ સામે બાર્બાડોસમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં 38 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પરિણામને કારણે અંતે ટીમ ઈન્ડિયા 5 મેચની ટેસ્ટ શ્રેણી 0-1થી હારી ગઈ. સચિન તેંડુલકરની કપ્તાની હેઠળ, ટીમ ઈન્ડિયાએ વર્ષ 1997માં વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ પર ભારતને વેસ્ટ ઈન્ડિઝ સામે બાર્બાડોસમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં 38 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પરિણામને કારણે અંતે ટીમ ઈન્ડિયા 5 મેચની ટેસ્ટ શ્રેણી 0-1થી હારી ગઈ. ભારતે બાર્બાડોસ ટેસ્ટ મેચ જીતવા માટે 120 રનનો પીછો કરવો પડ્યો હતો. વર્ષ 1997માં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર હતો. સચિન તેંડુલકરે 1997માં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ દરમિયાન સૌરવ ગાંગુલીની કારકિર્દી ખતમ કરવાની ધમકી આપી હતી.
મેચ બાદ ધુઆંપુઆં થઈ ગયો સચિનઃ
તેંડુલકરને આ મેચ જીતવાનો વિશ્વાસ હતો અને તેણે એક રેસ્ટોરન્ટના માલિકને જીત પછીની પાર્ટી માટે શેમ્પેન તૈયાર રાખવા કહ્યું હતું, પરંતુ ટીમ ઈન્ડિયા ચોથી ઈનિંગમાં 81 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત આ મેચ 38 રને હારી ગયું હતું. હાર બાદ સચિન તેંડુલકર ખૂબ જ ગુસ્સામાં હતો. આ પછી સૌરવ ગાંગુલી તેનો ગુસ્સો શાંત કરવા સચિન તેંડુલકરના રૂમમાં ગયો. પણ પછી તો ના થવાનું થયું....
જ્યારે સચિને ગાંગુલીને કહ્યું હું તારું ક્રિકેટ કરિયર ખતમ કરી દઈશ...
મેચ બાદ ગુસ્સે ભરાયેલાં સચિને ગાંગુલીને કહ્યું અત્યારે મારે કોઈ વાત નથી કરવી. તું આવતી કાલે મને મળશે. સચિને ગાંગુલીને બીજા દિવસે મોર્નિંગ વોકમાં સાથે આવવા કહ્યું હતું, પરંતુ ગાંગુલી આવ્યો નહોતો. સચિન તેંડુલકરને સૌરવ ગાંગુલીનું આ વર્તન પસંદ ન આવ્યું અને તેણે ગાંગુલીની કારકિર્દી ખતમ કરવાની ધમકી આપી. સચિન તેંડુલકરે ગાંગુલીને કહ્યું હતું કે હું તને કાયમ માટે ઘરભેગો કરી દઈશ...હું તારું ક્રિકેટ કરિયર હંમેશા માટે ખતમ કરી દઈશ.
સચિને 1996 થી 2000 સુધી ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરીઃ
સચિન તેંડુલકર વિશ્વના મહાન બેટ્સમેનોમાંના એક હતા, પરંતુ કેપ્ટન તરીકે તેમનો રેકોર્ડ બહુ પ્રભાવશાળી નહોતો. સચિન તેંડુલકરે 1996 થી 2000 સુધી ટીમ ઈન્ડિયાનું સુકાન સંભાળ્યું હતું. સચિન તેંડુલકરે 98 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું, જેમાંથી ટીમ ઈન્ડિયા 27 મેચ જીતી હતી અને 52 મેચ હારી હતી.
પછી સચિન તેંડુલકરે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ જ છોડી દીધીઃ
સચિન તેંડુલકરની કપ્તાની હેઠળ, ભારતે 73 માંથી 23 વન-ડે મેચ જીતી હતી. જ્યારે ટેસ્ટ મેચોમાં ટીમ ઈન્ડિયાએ સચિનની કેપ્ટનશીપમાં 25માંથી માત્ર 4 મેચ જીતી હતી. વર્ષ 2000માં નિરાશાજનક પ્રદર્શન બાદ સચિને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપને અલવિદા કહી દીધું હતું. આ પછી પસંદગી સમિતિએ ગાંગુલીને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા. સૌરવ ગાંગુલીએ 49 ટેસ્ટ અને 147 ODI મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે