અજય દેવગનને થઈ દર્દનાક બીમારી, કોફીનો કપ પણ નથી ઉપાડી શકતો
આ સંજોગોમાં તેના માટે શૂટિંગ કરવાનું મુશ્કેલ બની ગયું છે
Trending Photos
મુંબઈ : બોલિવૂડ એક્ટર અજય દેવગન હાલમાં ટોટલ ધમાલના શૂટિંગમાં વ્યક્ત છે. જોકે આ ફિલ્મના ટાઇટ શેડ્યુલ વચ્ચે અજય એક દર્દનાક બીમારીનો ભોગ બન્યો છે. સ્પોટબોયના એક રિપોર્ટ પ્રમાણે અજયને ટેનિસ એલ્બોની ફરિયાદ છે જેની સારવાર માટે જર્મની પણ જવું પડી શકે એમ છે.
અજયને જર્મનીમાં ઇલાજ કરાવવાની સલાહ સ્ટાર અનિલ કપૂરે આપી છે. થોડા સમય પહેલાં તેને પણ આવી જ સમસ્યા થઈ હતી. ટેનિસ એલ્બોના કારણે અજયની તકલીફ એટલી વધી ગઈ છે જેના કારણે તે કોફીનો કપ પણ નથી ઉઠાવી શકતો. આ સંજોગોમાં તેના માટે શૂટિંગ કરવાનું મુશ્કેલ બની ગયું છે.
ટેનિસ એલ્બોને Lateral Epicondylitis પણ કહે છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરને પણ આ બીમારી થઈ હતી. આ બીમારી દરમિયાન કોણીમાં ભારે દર્દ થાય છે. કોણીના હાડકા તેમજ સ્નાયુ પર વધારાનું દબાણ પડવાને કારણે ટેનિસ એલ્બોની સમસ્યા થાય છે. સામાન્ય રીતે ખેલાડીઓ કે ભારે શારીરિક શ્રમ કરતા યુવાનોને સ્નાયુઓ ખેંચાઈ જવાના કારણે આ કોણીમાં સોજો આવી જાય છે એને ટેનિસ એલ્બો કહેવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે