Amitabh Bachchan મોડી સાંજે પહોંચ્યા હોસ્પિટલ, પુત્રી શ્વેતા નંદા પણ જોવા મળી સાથે, ફેન્સની ચિંતા વધી
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) મોડી સાંજે અચાનક હોસ્પિટલ પહોંચ્યા છે. આ દરમિયાન તેમની પુત્રી શ્વેતા નંદા (Shweta Nanda) પણ તેમની સાથે જ હતી.
Trending Photos
નવી દિલ્હી: બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) મોડી સાંજે અચાનક હોસ્પિટલ પહોંચ્યા છે. આ દરમિયાન તેમની પુત્રી શ્વેતા નંદા (Shweta Nanda) પણ તેમની સાથે જ હતી. અમિતાભ બચ્ચનના હોસ્પિટલ પહોંચવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ફોટો સોશિયલ મીડિયા પર આવતાં જ ઝડપથી વાયરલ થઇ ગયો છે અને બિગ બીના ફેન્સ જાણવા માંગે છે કે અમિતાભ બચ્ચન કેમ હોસ્પિટલ પહોંચ્યા છે. હાલ આ મામલે હજુ સુધી અમિતાભ બચ્ચન તરફથી કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
મોડી સાં સાંજે અમિતાભ બચ્ચન પહોંચ્યા હોસ્પિટલ
જોકે થોડાવાર પહેલાં વિરલ ભયાણીના ઇંસ્ટાગ્રામ હેન્ડલ પરથી એક ફોટો પોસ્ટ કરવામાં આવ્યો, જેમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પુત્રી શ્વેતા નંદા (Shweta Nanda) સાથે લીલાવતી હોસ્પિટલની બહાર જોવા મળી રહ્યા છે. તેમણે કારમાંથી ઉતરીને હોસ્પિટલમાં જતા સ્પોટ કરવામાં આવ્યા છે. આ દરમિયાન બિગ બી વ્હાઇટ ટ્રેક સૂટમાં જોવા મળી રહ્યા છે. સાથે જ તેમણે કોવિડ સેફ્ટી ગિયર્સ પણ પહેર્યું છે.
પુત્રી શ્વેતા પણ હતી સાથે
અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ના ફોટાને પોસ્ટ કરતાં વિરલ ભયાનીએ પોસ્ટમાં લખ્યું, 'અમિતાભ બચ્ચન અને તેમની પુત્રી શ્વેતા બચ્ચનને લીલાવતી હોસ્પિટલની બહાર ક્લિક કરવામાં આવ્યા. હોસ્પિટલ પહોંચવાનું સાચું કારણ હજુ સુધી ખબર પડી નથી. અનુમાન લગાવવામાં આવે છે કે આ એક રૂટીન ચેકઅપ થઇ હશે અથવા પછી તે વેક્સીન લેવા પહોંચ્યા હશે.
સામે આવ્યું નથી કારણ
આ પોસ્ટ નીચે વિરલ ભયાણી તરફથી વધુ કોમેન્ટ કરવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે આ લોકો અભિષેક બચ્ચનના લીધે પણ હોસ્પિટલ પહોંચ્યા હોઇ શકે છે. તાજેતરમાં જ અભિષેકની આંગળી અને હાથમાં ઇજા પહોંચી છે. આ પોસ્ટ પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે અને સાચું કારણ જાણવા માંગે છે. તો બીજી તરફ ફેન્સે બધુ ગેમખેમ હોવાની કામના પણ કરી છે. હવે સાચું કારણ શું છે, તે સત્તાવાર નિવેદન આવ્યા પછી જ ખબર પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે