salman khan birthday: સલમાન ખાનને બર્થ ડે પર ખાસ ગિફ્ટ આપવાની છે તેની નાની બહેન

salman khan birthday: સલમાન ખાન (Salman Khan)ની બહેન અર્પિતા ખાન શર્મા (Arpita Khan Sharma) અને આયુષ શર્મા (Aayush Sharma)એ હાલમાં જ પોતાના લગ્નની પાંચમી એનિવર્સરી સેલિબ્રેટ કરી છે. 

salman khan birthday: સલમાન ખાનને બર્થ ડે પર ખાસ ગિફ્ટ આપવાની છે તેની નાની બહેન

નવી દિલ્હી : સલમાન ખાન (Salman Khan)ની બહેન અર્પિતા ખાન શર્મા (Arpita Khan Sharma) અને આયુષ શર્મા (Aayush Sharma)એ હાલમાં જ પોતાના લગ્નની પાંચમી એનિવર્સરી સેલિબ્રેટ કરી છે. આ બંનેને આહિલ શર્મા નામનો દીકરો પણ છે અને તે સલમાનનો લાડકો છે. ખાન પરિવારની સૌથી નાની દીકરી અર્પિતા ખાન સલમાન ખાનની લાડકી છે તે વાત જગજાહેર છે. તો અર્પિતા પણ સલમાનનું ખૂબ માન રાખે છે અને તેને પ્રેમ કરે છે. અર્પિતા હાલ પ્રેગ્નેન્ટ છે અને બીજા બાળકને આવતા મહિને જન્મ આપવાની છે ત્યારે તેણે અને તેના પતિએ ભેગા મળીને એક અનોખો નિર્ણય લીધો છે.

A post shared by Aayush Sharma (@aaysharma) on

અર્પિતા અને આયુષ પોતાના બીજા બાળકના સ્વાગત માટે તૈયાર છે. પોતાના એનિવર્સરી સેલિબ્રેશન દરમિયાન અર્પિતાએ બેબી બમ્પ દર્શાવ્યો હતો. હાલમાં અર્પિતા અને આયુષ દીકરા આહિલ સાથે માલદીવમાં બેબીમુન સેલિબ્રેટ કરીને આવ્યા છે. ડીએનએની વેબસાઇટ પ્રમાણે આ ડિલિવરી આવતા મહિને થવાની છે. મળતી માહિતી પ્રમાણે આવતા મહિનાની 27 તારીખે સલમાન ખાન 54 વર્ષનો થશે ત્યારે ભાઈને ખાસ ગિફ્ટ આપવા માટે અર્પિતા એ જ દિવસે સિઝેરિયનથી બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું છે. 

સલમાનને અર્પિતાના દીકરા આહિલ સાથે પણ ખૂબ સારૂં બને છે. તે નાનો હતો ત્યારથી જ સલમાન તેને રમાડતો હોય કે મસ્તી કરતો હોય તેવી તસવીરો અને વીડિયો અનેકવાર સામે આવી ચૂક્યા છે. અર્પિતા અને આયુષ સલમાનની ક્લોઝ છે એટલે તેમણે આ નિર્ણય લીધો છે. ડિસેમ્બરનો મહિનો સલમાન માટે માત્ર પર્સનલ ફ્રંટ જ નહીં પરંતુ પ્રોફેશનલ ફ્રંટના કારણે પણ ખાસ છે. કારણ કે ભાઈજાનના બર્થ ડેના થોડા દિવસ પહેલા એટલે કે 20 ડિસેમ્બરે દબંગ સીરિઝની ત્રીજી ફિલ્મ દબંગ 3 પણ રિલીઝ થવાની છે.

LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news