ફેને પૂછી શાહરૂખ ખાનની સૌથી સારી વાત, કાજોલે આપ્યો જવાબ

હાલમાં #AskKajol ના માધ્યમથી સવાલ-જવાબના સેશન દરમિયાન અભિનેત્રી કાજોલે લોકો સાથે વાત કરી અને સવાલોના જવાબ આપ્યા હતા. 
 

ફેને પૂછી શાહરૂખ ખાનની સૌથી સારી વાત, કાજોલે આપ્યો જવાબ

નવી દિલ્હીઃ આ દિવસોમાં દેશમાં લૉકડાઉનને કારણે લોકો પોતાના ઘરોમાં છે અને પોતાનો ઘણો  સમય સોશિયલ મીડિયા પર પસાર કરી રહ્યાં છે. બોલીવુડ સેલિબ્રિટી પણ આ દરમિયાન ફેન્સ સાથે ચર્ચા કરી રહ્યાં છે. 

હાલમાં #AskKajol ના માધ્યમથી સવાલ-જવાબના સેશન દરમિયાન અભિનેત્રી કાજોલે લોકો સાથે વાત કરી અને તેના સવાલોના જવાબ આપ્યા હતા.

આ સેશનમાં તમામ ફેન્સે ઘણી ફિલ્મોમાં તેમના કો-સ્ટાર રહેલા શાહરૂખ ખાન સાથે જોડાયેલા સવાલ કર્યાં જેની ઓનસ્ક્રીન જોડીને બોલીવુડની બેસ્ટ જોડીમાંથી માનવામાં આવે છે. 

કાજોલે જણાવી શાહરૂખની સૌથી સારી વાત
કાજોલને એક ફેને પૂછ્યું કે શાહરૂખ ખાનની તમને કઈ વાત સૌથી વધુ પસંદ છે? તેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું કે, તેને શાહરૂખ ખાનની એનર્જી ખુબ પસંદ છે. તેની પાસે ઘણી ઉર્જા છે. 

— Kajol (@itsKajolD) May 3, 2020

કાજોલની સૌથી શાનદાર ભૂમિકા
એટલું જ નહીં, જ્યારે એક ફેને કાજોલને તેના અત્યાર સુધીના કરિયરના સૌથી શાનદાર રોલ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે, તેની સૌથી પસંદગીનું પાત્ર અંજલી છે કારણ કે તે તેની જેમ છે. 

— Kajol (@itsKajolD) May 3, 2020

કુછ કુછ હોતા હૈ, વાળા રોલ માટે કરવામાં આવી પસંદ
મહત્વનું છે કે કાજોલે અંજલીની ભૂમિકા સુપરહિટ ફિલ્મ કુછ કુછ હોતા હૈમાં નિભાવી હતી. તેમાં શાહરૂખ ખાન અને રાની મુખર્જી જેવા એક્ટર પણ મહત્વની ભૂમિકામાં હતા. વર્ષ 1998માં આવેલી આ ફિલ્મને લોકોએ ખુબ પસંદ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news