Bachchan Pandey: અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડે આ દિવસે થશે રિલીઝ, જાણો તારીખ

બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર (Akshay Kumar) ની આગામી ફિલ્મ બચ્ચન પાંડેને (Bachchan Pandey) લઇને ફેન્સ ઘણા આતુર છે. અક્ષય કુમારની આગામી ફિલ્મ બચ્ચન પાંડેની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. શરૂઆતથી જ આ ફિલ્મ ચર્ચામાં છે.

Bachchan Pandey: અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડે આ દિવસે થશે રિલીઝ, જાણો તારીખ

મુંબઇ: બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર (Akshay Kumar) ની આગામી ફિલ્મ બચ્ચન પાંડેને લઇને ફેન્સ ઘણા આતુર છે. અક્ષય કુમારની આગામી ફિલ્મ બચ્ચન પાંડેની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. શરૂઆતથી જ આ ફિલ્મ ચર્ચામાં છે. જોકે અહીં એક વાત છે કે અક્ષયના ચાહકોને હજુ એક વર્ષ સુધી રાહ જોવી પડે એમ છે. ફિલ્મ બચ્ચન પાંડે આગામી વર્ષે 22 જાન્યુઆરી 2021 માં રિલીઝ થવાની છે. હજુ એક વર્ષ રાહ પડશે. 

અક્ષય કુમાર અને કરીના કપૂરની ફિલ્મ ગૂડ ન્યૂઝને બોક્સ ઓફિસ પર 200 કરોડની કમાણી થઇ છે. આ ફિલ્મનું નામ અક્ષય કુમાર અને કરીના કપૂરની ફિલ્મ ટશન પરથી લેવામાં આવ્યું છે. 

એપ્રિલ 2008 માં રિલીઝ થયેલી ફિલ્મ ટશનમાં પણ અક્ષય કુમારના પાત્રનું નામ બચ્ચન પાંડે હતું અને હવે 12 વર્ષ બાદ અક્ષયે ફરી આ ફિલ્મ કરી છે કે જેના ટાઇટલનું નામ બચ્ચન પાંડે છે. જો તમને યાદ હોય તો ફિલ્મ ટશનમાં મુખ્ય ભૂમિકામાં સૈફ અલી ખાન, અનિલ કપૂર, કરીના કપૂર અને અક્ષય કુમાર હતા. આ ફિલ્મમાં બચ્ચન પાંડે ઉર્ફે અક્ષય કુમારનું પાત્ર એક્શન, કોમેડી, ડ્રામાથી ભરપુર હતું. અક્ષયની આ નવી ફિલ્મમાં કૃતિ સેનન ઉપરાંત પૂજા હેગડે પણ મુખ્ય ભૂમિકામાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news