બાગબાન ફેમ અભિનેતા અને પત્નીની કારનો એમ્બ્યુલન્સ સાથે ભીષણ અકસ્માત, હોસ્પિટલમાં દાખલ
મહાનાયક અમિતાભ બચ્ચનની બાગબાન જેવી સુપરહિટ ફિલ્મમાં દમદાર એક્ટિંગ કરીને લોકોના હ્રદય જીતી લેનારા અભિનેતા સાહિલ ચઢ્ઢા અને તેની પત્ની પ્રોમિલાનો રોડ એક્સિડન્ટ થયો છે.
Trending Photos
નવી દિલ્હી: મહાનાયક અમિતાભ બચ્ચનની બાગબાન જેવી સુપરહિટ ફિલ્મમાં દમદાર એક્ટિંગ કરીને લોકોના હ્રદય જીતી લેનારા અભિનેતા સાહિલ ચઢ્ઢા અને તેની પત્ની પ્રોમિલાનો રોડ એક્સિડન્ટ થયો છે. તેમની કારની એક એમ્બ્યુલન્સ સાથે ટક્કર થઈ. બંને અકસ્માતમાં ઘાયલ થયા છે અને મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પત્નીના પગમાં બે ફ્રેક્ચર
સાહિલ અને તેની પત્ની પ્રોમિલા 12 મી મેના રોજ મુંબઈની ઝેવિયર્સ કોલેજ પાસે કારમાં ક્યાંક જઈ રહ્યા હતા. ત્યારે ઝડપથી સામેથી આવતી એક એમ્બ્યુલન્સ સાથે ટક્કર થઈ. આ રોડ અકસ્માતમાં પ્રોમિલાના પગમાં બે ફ્રેક્ચર થયા છે. જ્યારે સાહિતના પેટ અને જાંઘ પર ખુબ ઈજાઓ થઈ છે.
બંને થયા હતા કોવિડ 19 પોઝિટિવ
અત્રે જણાવવાનું કે તાજેતરમાં સાહિલ ચઢ્ઢાઅને પ્રોમિલા બંને કોવિડ 19 પોઝિટિવ થયા હતા. ત્યારબાદ 20 દિવસ સુધી ક્વોરન્ટાઈન રહ્યા હતા અને પછી નોર્મલ લાઈફમાં પાછા ફર્યા. પરંતુ ભાગ્યને કઈક બીજું જ મંજૂર હતું અને તેમનો અકસ્માત થયો. મળતી માહિતી મુજબ સાહિલની ઈજાઓ ગંભીર નથી અને તે બે ચાર દિવસમાં હોસ્પિટલથી ઘરે પાછો ફરશે.
શું કહ્યું સાહિલે?
આ અકસ્માત અંગે વાત કરતા સાહિલે ઈ ટાઈમ્સને કહ્યું કે જીવનનો એક મોટો અકસ્માત ટળી ગયો છે. ઈશ્વરના આશીર્વાદથી બહુ ઈજા થઈ નથી. જે પણ કઈ થયું તે ખુબ ચોંકાવનારું અને ડરામણું હતું. આ સાથે જ સાહિલે એમ પણ કહ્યું કે પોલીસે એમ્બ્યુલન્સના ડ્રાઈવરને પકડી લીધો છે.
સાહિલ આ ફિલ્મોમાં જોવા મળ્યો
સાહિલ ચઢ્ઢાની કરિયરની વાત કરીએ તો તે અનેક વર્ષોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. તે બાગબાન, સેક્શન 375 અને થોડી લાઈફ થોડા મેજિક જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે