કેન્સર ટ્રીટમેન્ટ પછી સોનાલીએ આપ્યો બહાદુરીનો મોટો પરિચય, જુઓ લેટેસ્ટ હાલત કરીને ક્લિક...
સોનાલીએ ફ્રેન્ડશીપ ડે પર ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ તસવીર શેર કરી છે
Trending Photos
મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે હાલમાં કેન્સરની સારવાર માટે કિમોથેરાપી લઈ રહી છે. આ આકરી ટ્રીટમેન્ટને કારણે એક સમયે તેની સુંદરતાના તાજ ગણાતા માથાના વાળ સાવ ખરી ગયા છે. આ સંજોગોમાં તેણે ફ્રેન્ડશીપ ડેના દિવસે પોતાના વાળ વગરના લુકની તસવીર શેયર કરીને પોતાની બહાદુરી અને સકારાત્મકતાનો પરિચય આપ્યો છે.
પોતાની સારવાર પ્રત્યે સોનાલીનું વલણ પણ પોઝિટિવ છે. અગાઉ સોનાલીએ પોતાના લાંબા વાળ કપાવીને બોબ કટ હેરસ્ટાઈલ કરાવી લીધી હતી. સોનાલીએ ફ્રેન્ડશીપ ડે પર ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ તસવીર શેર કરી છે. જેમાં સોનાલીના ખૂબસુરત વાળ નથી જોવા મળી રહ્યા. તસવીરમાં સોનાલી પોતાની બેસ્ટ ફ્રેન્ડ સુઝેન ખાન અને ગાયત્રી ઓબરોય સાથે જોવા મળી રહી છે. સૌથી મહત્વની વાત છે કે આ તસવીર હૃતિક રોશને ખેંચી છે. જે સોનાલીને સપોર્ટ કરવા માટે ન્યૂયોર્ક પહોંચ્યા છે. આ પોસ્ટ સાથે સોનાલીએ એક ઈમોશનલ મેસેજ પણ લખ્યો છે.
ફ્રેન્ડશીપ ડે પર લખેલા મેસેજમાં સોનાલીએ લખ્યું છે કે, “આ હું છું અને આ ઘડીએ હું ખૂબ ખુશ છું. જ્યારે હું આવી વાત કરું છું ત્યારે લોકો મને અજીબ રીતે જોવે છે. પરંતુ હું તમને હકીકત જણાવું કે આવું કેમ છે. હું હવે દરેક ક્ષણને માણું છું, દરેક ક્ષણમાં ખુશી શોધું છું. દર્દથી ભરેલી ક્ષણો પણ આવે છે પણ હું એ કરું છું જે મને પસંદ છે. જે લોકો મને પસંદ છે તેમની સાથે હું સમય પસાર કરું છું. અને ખુશી અનુભવી રહી છું.”
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે