OMG! 'ભારત'માં હવે પ્રિયંકાની જગ્યા લેશે આ ટોચની સુપરહોટ અભિનેત્રી

ચારેબાજુથી એક જ સવાલ પૂછાઈ રહ્યો છે કે આખરે સલમાન ખાનની ફિલ્મ ભારતની હિરોઈન હવે કોણ? અત્રે જણાવવાનું કે ગુરુવારની રાતે બોલિવૂડમાં એવા અહેવાલ આવ્યાં કે પ્રિયંકા ચોપરાએ ભાઈજાનની ફિલ્મ છોડી  દીધી છે. અમારી સહયોગી વેબસાઈટ બોલિવૂડ લાઈફે આ અંગે સૌપ્રથમ જાણ કરી હતી. એ પણ જણાવ્યું હતું કે પ્રિયંકાએ પોતાના લગ્નના કારણે આ ફિલ્મ છોડી. 

Trending Photos

OMG! 'ભારત'માં હવે પ્રિયંકાની જગ્યા લેશે આ ટોચની સુપરહોટ અભિનેત્રી

મુંબઈ: ચારેબાજુથી એક જ સવાલ પૂછાઈ રહ્યો છે કે આખરે સલમાન ખાનની ફિલ્મ ભારતની હિરોઈન હવે કોણ? અત્રે જણાવવાનું કે ગુરુવારની રાતે બોલિવૂડમાં એવા અહેવાલ આવ્યાં કે પ્રિયંકા ચોપરાએ ભાઈજાનની ફિલ્મ છોડી  દીધી છે. અમારી સહયોગી વેબસાઈટ બોલિવૂડ લાઈફે આ અંગે સૌપ્રથમ જાણ કરી હતી. એ પણ જણાવ્યું હતું કે પ્રિયંકાએ પોતાના લગ્નના કારણે આ ફિલ્મ છોડી. 

પ્રિયંકાએ ફિલ્મ છોડતા જ એવી અટકળો થઈ રહી હતી કે પ્રિયંકાની જગ્યા કેટરીના કૈફ લઈ શકે છે. ફિલ્મની જાહેરાત સમયથી જ કેટરીનાના નામ પર આશા વ્યક્ત કરાઈ રહી હતી. પરંતુ ફિલ્મના નિર્દેશક અલી અબ્બાસ ઝફરે કહ્યું કે અમે ફિલ્મમાં કેટરીનાને લેવા માંગીએ છીએ પરંતુ હજુ સુધી કઈ નક્કી થયું નથી. ક્યારબાદ જાણવા મળ્યું કે પ્રિયંકાનું નામ આ ફિલ્મ માટે ફાઈનલ થયું છે. 

katrinakaif_37083771_222293715159508_1444104662184624128_n

આ તો થઈ બધી અગાઉની વાત... પરંતુ હવે આ ફિલ્મ કેટરીનાના નસીબમાં જ લખાઈ હતી. હરીફરીને ફિલ્મ કેટરીનાની ઝોળીમાં જ પડી. ડીએનએના એક રિપોર્ટને માનીએ તો કેટરીનાને આ ફિલ્મ માટે કન્ફર્મ કરી લેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ નિર્માતા અતુલ અને અલવિરા અગ્નિહોત્રી કેટરીના કૈફ સાથે ખુબ સારા સંબંધ ધરાવે છે. પ્રિયંકાએ જેવી ભારત ફિલ્મ છોડી કે બંનેએ તરત કેટરીના સાથે વાત કરી. આ માટે યોગ્ય તારીખોની પસંદગી પણ કરી. હવે ફિલ્મમાં તે સલમાન સામે જોવા મળશે. 

સૂત્રોએ આગળ એ પણ જણાવ્યું છે કે કેટરીના કૈફ સપ્ટેમ્બર બાદ ફિલ્મની ટીમને જોઈન કરી શકશે. આ અગાઉ કેટરીના પોતાના તમામ કમિટમેન્ટ્સ પૂરા કરી લેવા માંગે છે. આમ તો કહેવું પડશે કે કેટરીનાએ સલમાનને એક મોટી મુશ્કેલીમાંથી ઉગારી લીધો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news