Bharti Singh અને તેમના પતિ Haarsh ને ડ્રગ્સ કેસમાં મળ્યા જામીન

કોમેડિયન ભારતી સિંહ (Bharti Singh)અને તેમના પતિ હર્ષ લિંબાચિયા (Haarsh Limbachiyaa)ને ડ્રગ્સ કેસમાં કિલા કોર્ટમાંથી જામીન મળી ગયા છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) દ્વારા ધરપકડ કર્યા બાદ રવિવારે તેમને મુંબઇની કિલા કોર્ટ (Kila Court)માં રજૂ કરવામાં આવ્યા હતા.

Bharti Singh અને તેમના પતિ Haarsh ને ડ્રગ્સ કેસમાં મળ્યા જામીન

મુંબઇ: કોમેડિયન ભારતી સિંહ (Bharti Singh)અને તેમના પતિ હર્ષ લિંબાચિયા (Haarsh Limbachiyaa)ને ડ્રગ્સ કેસમાં કિલા કોર્ટમાંથી જામીન મળી ગયા છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) દ્વારા ધરપકડ કર્યા બાદ રવિવારે તેમને મુંબઇની કિલા કોર્ટ (Kila Court)માં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે ડ્રગ્સ કેસ પર સુનાવણી બાદ બંને ને 4 ડિસેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. 
 
NCB એ ભારતી સિંહ (Bharti Singh)અને તેમના પતિ હર્ષ લિંબાચિયા (Haarsh Limbachiyaa)ને ગાંજો લેવા અને ઘર પર ગાંજો રાખવાના આરોપમાં ધરપકડ કરી હતી. આ ઉપરાંત કેટલીક નશાની દવાઓ પણ ભારતીના ઘરેથી મળી હતી. જાણકારી અનુસાર ભારતી સિંહ (Bharti Singh)ને કલ્યાણ જેલમાં શિફ્ટ કરવામાં આવી હતી, જ્યારે હર્ષ લિંબાચિયાને તલોજા જેલમાં લઇ જવામાં આવ્યા હતા.  

શું સમગ્ર મામલો
જોકે શનિવારે એનસીબીએ ડ્રગ્સ પેડલર્સ પાસેથી ગુપ્ત માહિતી મળ્યા બાદ ભારતી સિંહ (Bharti Singh)ના અંધેરી, લોખંડવાલા અને વર્સોવા સ્થિત ઘરોમાં રોડ પાડી હતી. આ દરમિયાન એજન્સીને 86.5 ગાંજો મળી આવ્યો હતો. ત્યારબાદ એજન્સીએ ભારતી અને હર્ષ બંનેની બપોરે લગભગ 3 વાગે કસ્ટડી લીધી હતી. લગભગ 3 કલાક બાદ એનસીબીએ ભારતી સિંહને ધરપકડની પુષ્ટિ કરી હતી. જ્યારે હર્ષની ધરપકડની પુષ્ટિ એનસીબીએ રવિવારે કરી હતી. એજન્સીના અનુસાર આ બંને એનડીપીએસ (NDPS)એકટની કલમ 27 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. 

અર્જુન રામપાલના ઘરે એનસીબીની રેડ
આ પહેલાં એનસીબીએ 9 નવેમ્બરના રોજ અર્જુન રામપાલના ઘરે પણ રેડ પાડી હતી અને કેટલાક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ તથા પ્રતિબંધિત દવાઓ જપ્ત કરવામાં આવી હતી. ત્યારબદ અર્જુન રામપાલ (Arjun Rampal)અને તેમની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલાને એનસીબીએ સમન્સ મોકલ્યું હતું. તો બીજી તરફ એનસીબીએ ગ્રેબ્રિએલાના ભાઇ અગિસિયાલોસને તેમના ઘરેથી ડ્રગ્સ મળ્યા બાદ ધરપકડ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news