કાળિયાર કેસમાં કરિશ્મા કપૂરનું કેમ ક્યાંય નામ નહીં? તે પણ હતી ફિલ્મમાં

આ સમગ્ર મામલો વર્ષ 1998નો છે. તે સમયે 'હમ સાથ સાથ હૈ' ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું હતું. ફિલ્મનું શુટિંગ જોધપુરમાં થઈ રહ્યું હતું.

કાળિયાર કેસમાં કરિશ્મા કપૂરનું કેમ ક્યાંય નામ નહીં? તે પણ હતી ફિલ્મમાં

મુંબઈ: જોધપુરની સેશન્સ કોર્ટે શનિવારે કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાનને જામીન આપી દેતા તેનો જેલમાંથી છૂટકારો થયો. શનિવારે સાંજે જ સલમાન ખાન જોધપુરથી મુંબઈ પહોંચી ગયો. સલમાન ખાનને કોર્ટ તરફથી જણાવાયું છે કે જો કોર્ટની મંજૂરી વગર વિદેશ જવું નહીં. સલમાન ખાનને 25-25 હજારના પર્સનલ બોન્ડ પર જામીન મળ્યા છે. આ કેસની આગામી સુનાવણી 7 મેના રોજ થવાની છે.

અત્રે જણાવવાનું કે આ સમગ્ર મામલો વર્ષ 1998નો છે. તે સમયે 'હમ સાથ સાથ હૈ' ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું હતું. ફિલ્મનું શુટિંગ જોધપુરમાં થઈ રહ્યું હતું. આ દરમિયાન સલમાન ખાન પર કાળિયારના શિકારનો આરોપ લાગ્યો. સલમાન સાથે અન્ય કલાકારોમાં તબ્બુ, સૈફ અલી ખાન, નીલમ અને સોનાલી બેન્દ્રેના નામો પણ સામે આવ્યાં હતાં. જોધપુર કોર્ટે સલમાન સિવાયના બાકીના તમામને શંકાનો લાભ આપીને છોડી મૂક્યા હતાં. જ્યારે સલમાનને 5 વર્ષની જેલની સજા થઈ. આ કલાકારોમાં એક કલાકાર એવી પણ છે જે ફિલ્મમાં હોવા છતાં નામ સામે આવ્યું નથી. તે છે કરિશ્મા કપૂર

કાળિયારના શિકાર કેસમાં સુનાવણી દરમિયાન કેટલાયને એવા સવાલો થયા હતાં કે ફિલ્મમાં કરિશ્મા તો હતી પછી તે બચી કેવી રીતે ગઈ? શું કરિશ્માએ સલમાન સાથે જવાની ના પાડી દીધી હતી? આખરે કેમ કરિશ્મા સલમાન ખાન અને બાકીના કલાકારો સાથે નહતી ગઈ?

આ રહ્યું કારણ
તે વર્ષે આવેલા અનેક રિપોર્ટ્સમાં કહેવાયું હતું કે કરિશ્મા તે સમયે જોધપુરમાં નહતી. હકીકતમાં કરિશ્મા કોઈ ખાસ કામ માટે મુંબઈ જતી રહી હતી. અને આ જ કારણ છે કે તેનું આ કેસમાં નામ ન આવ્યું. ઈન શોર્ટ તે કોર્ટ કાર્યવાહીમાંથી બચી ગઈ કારણ કે તે સલમાન સાથે હતી જ નહી.

સલમાન સાથે કરી ચૂકી છે આ ફિલ્મોમાં કામ
ફિલ્મોમાં સલમાન અને કરિશ્માની કેમેસ્ટ્રી સારી જામતી હતી. અનેક દિગ્દર્શકો આ જોડીને લેવા માટે તે સમયે પડાપડી કરતા હતાં. કરિશ્મા અને સલમાન ખાને હમ સાથ સાથ હૈ ઉપરાંત જીત, જાગૃતિ, જુડવા, દુલ્હન હમ લે જાયેંગે, બીવી નંબર વન, ચલ મેરે ભાઈ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news