પત્ની કોઇ વસ્તુ કે જાગીર નહી કે પતિ તેને પોતાની સાથે રહેવા મજબુર કરી શકે

સુપ્રીમ કોર્ટે મહિલાઓનાં અધિકાર સાથે જોડાયેલી વધારે એક બાબતે મહત્વનો ચુકાદો સંભળાવ્યો હતો

પત્ની કોઇ વસ્તુ કે જાગીર નહી કે પતિ તેને પોતાની સાથે રહેવા મજબુર કરી શકે

નવી દિલ્હી  : સુપ્રીમ કોર્ટે મહિલાઓનાં અધિકાર સાથે જોડાયેલી એક ટીપ્પણી કરી છે. કોર્ટે એક કેસની સુનવણી દરમિયાન કહ્યું કે, પતિ પોતાની પત્નીને જબરદસ્તી સાથે રહવા માટે મજબુર ન કરી શકે. વાત જાણે એમ છે કે એક મહિલા તરફથી પોતાનાં પતિ પર ક્રૂરતાનો આોપ લગાવવામાં આવ્યો હતો. તેમાં જોડાયેલા કેસની સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ટીપ્પણી કરી હતી.  મહિલાએ પોતાનાં આરોપમાં કહ્યું હતું કે, પતિ ઇચ્છે છે કે તે તેની સાથે રહે પરંતુ તે પોતાનાં પતિ સાથે રહેવા નથી માંગતી. 

મહિલાનાં આ દર્દને ધ્યાનમાં રાખતા સુપ્રીમ કોર્ટે પતિની વિરુદ્ધ કડક ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે, પત્ની કોઇ ચલ સંપત્તી કે વસ્તું નથી. માટે પત્ની સાથે રહેવાની ઇચ્છા હોવા છતા પતિ તેનાં માટે પત્ની પર દબાણ બનાવી શકે નહી. જસ્ટિસ મદન બી લોકુર અને દીપક ગુપ્તાની પીઠે કોર્ટમાં હાજર મહિલાનાં પતિએ કહ્યું કે, તે એક ચલ સંપત્તી નથી. તમે તેને મજબુર ન કરી શકો. તે તમારી સાથે નથી રહેવા માંગતી. તમે કઇ રીતે કહી શકો છો કે તમે તેની સાથે જ રહેશો. 

પીઠે મહિલાનાં વકીલ દ્વારા પતિની સાથે નહી રહેવાની ઇચ્છાવાળા નિવેદનને દ્રષ્ટીગત વ્યક્તિને પત્ની સાથે રહેવાનાં નિર્ણય અંગે પુનર્વિચાર કરવા માટે કહ્યું છે. કોર્ટે પતિને કહ્યું કે, તમારા માટે પુનર્વિચાર વધારે યોગ્ય રહેશે. પત્નીને પોતાની જાગીર સમજવાની ભુલ ઘણા લોકો કરતા હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news