Kamal Hasan નો પુશઅપ્સ કરતો વીડિયો વાયરલ, જુઓ 67ની ઉંમરે કમલ કઈ રીતે કરે છે આ કમાલ

કમલ હસનની એક્શન ફિલ્મ વિક્રમ 40 કરોડ રૂપિયાને પાર કરી ચુકી છે. અને માત્ર 3 વર્ષમાં કમલ હસન 70 વર્ષનો થશે. કમલ હસન રિયલ લાઈફમાં પણ પોતાની ફિટનેસ જાળવી રાખી છે.

Kamal Hasan નો પુશઅપ્સ કરતો વીડિયો વાયરલ, જુઓ 67ની ઉંમરે કમલ કઈ રીતે કરે છે આ કમાલ

નવી દિલ્લીઃ કમલ હસનની એક્શન ફિલ્મ વિક્રમ 40 કરોડ રૂપિયાને પાર કરી ચુકી છે. અને માત્ર 3 વર્ષમાં કમલ હસન 70 વર્ષનો થશે. કમલ હસન રિયલ લાઈફમાં પણ પોતાની ફિટનેસ જાળવી રાખી છે. હાલમાં જ ડાયરેક્ટર લોકેશ કાનાગરજોને એક સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી, જેમાં 67 વર્ષિય કમલ હસન પુશઅપ્સ કરતા નજરે આવે પડે છે. વીડિયોમાં કમલ હસન એક બાદ એક 26 જેટલા પુશઅપ્સ કરતા જોવા મળે છે. આ વીડિયો પણ ઘણા બધા લોકોએ કમેન્ટ પણ કરી છે. ટ્વિટર પર ટ્વિટ કરતા લોકેશે લખ્યું કે, “@ikamalhaasan sir's video as promised... He did 26...I missed recording the initial two. The eagle has landed”. કમલ હસને તોપના સપોર્ટથી ઈન્કલાઈન્ડ પુશઅપ્સ કર્યા હતા. આ વીડિયો ફિલ્મ વિક્રમ પરના સેટનો છે.

 

— Lokesh Kanagaraj (@Dir_Lokesh) June 28, 2022

 

ફેન્સની કમેન્ટનો આવ્યો વરસાદ:
વીડિયો પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, 'શું ખરેખર તે 67 વર્ષના છે'? અન્ય એક યુઝરે લખ્યું, 'બીજ યંગ એક્ટર્સ કરતા વધારે ફિટ'. જ્યારે, ત્રીજા યુઝરે કમેન્ટ કરી કે, 'તે સૌથી ફિટેસ્ટ એક્ટર છે ભારતમાં, અને તેમને સિક્સ પેકની જરૂર નથી'. 

 

— S A N J A Y (@_ISanjayVJ) June 28, 2022

 

જુલાઈમાં વિક્રમ ડિજીટલ પ્લેફોર્મ પર આવશે:
વિક્રમ ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ લોકો વચ્ચે ફિલ્મ બહુ ચર્ચામાં આવી છે. ફિલ્મે કરોડો રૂપિયાની પણ કમાણી કરી લીધી છે. જ્યારે, ફિલ્મ 500 કરોડના આંકડાએ પહોંચશે તેવા પણ અહેવાલો સામે આવ્યા છે. આગામી 8 જુલાઈ વિક્રમ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

 

— Dr.Saarah tweetz 💫💫 (@drsaarah2429) June 28, 2022

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news