Amitabh Bachchan જોડે સ્ક્રીન પર દેખાશે પુષ્પાની 'શ્રીવલ્લી', જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ

અલ્લુ અર્જુન સ્ટારર પુષ્પા મુવીમાં પોતાના અદભુત અભિનય અને શાનદાર ડાન્સિંગના કારણે લાઈમલાઈટમાં આવેલી ફિલ્મની અભિનેત્રી ફરી એકવાર ચર્ચામાં આવી છે.

Amitabh Bachchan જોડે સ્ક્રીન પર દેખાશે પુષ્પાની 'શ્રીવલ્લી', જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ

નવી દિલ્હીઃ પુષ્પા ફિલ્મમાં પુષ્પરાજ વારંવાર ચપ્પલ કાઢી કાઢીને જેના માટે ગીતો ગાતો હતો એ હીરોઈન હવે અમિતાભ સાથે સ્ક્રીન પર જોવા મળશે. સાઉથની સ્ટાર એક્ટ્રેસ રશ્મિકાનું ફેન ફોલોઈંગ સતત વધતુ જાય છે. એ દરમિયાન અમિતાભ સાથેની એની આગામી ફિલ્મને લઈને ભારે ચર્ચામાં છે. હાલમાં અમિતાભ બચ્ચન ફરી એકવાર કોરોના સંક્રમિત થયા હતાં. જોકે, થોડા દિવસની સારવાર બાદ  સદીના મહાનાયક કોરોનાને માત આપીને કામ પર પરત ફર્યા છે. બિગ-બી હાલ 'કૌન બનેગા કરોડપતિ' ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ વચ્ચે અમિતાભ બચ્ચને તેમની આગામી ફિલ્મ 'ગુડબાય'નું પોસ્ટર સોશિયલ મીડિયામાં શેર કર્યું છે. આ પોસ્ટરમાં અમિતાભ બચ્ચન પતંગ ઉડાવતા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ રશ્મિકા મંદન્ના પતંગને ઢીલ આપી રહી છે. આ ફિલ્મમાં બિગ બી અને રશ્મિકા પહેલીવાર સ્ક્રીન શેર કરતા જોવા મળશે. આ સાથે તેણે ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી દીધી છે.

ક્યારે રિલીઝ થશે અમિતાભની ફિલ્મ 'ગુડબાય' 
અમિતાભ બચ્ચને ફિલ્મનું આ પોસ્ટર કરીને લખ્યું હતું કે, 'પરિવાર સૌથી ખાસ વસ્તુ છે. જ્યારે કોઈ પાસે ન હોય ત્યારે જ તેની લાગણીનો અનુભવ થાય છે.' 'ગુડબાય' 7 ઓક્ટોબર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. બિગ બીના આ કેપ્શન પરથી અંદાજ લગાવી શકાય છે કે આ એક પારિવારિક ફિલ્મ હશે.

ચાહકોને પસંદ આવ્યો અમિતાભનો લૂક-
ફેન્સને અમિતાભ અને રશ્મિકાના આ લુકને ખૂબ પસંદ આવી રહ્યો છે. ફિલ્મમાં અમિતાભ અને રશ્મિકા ઉપરાંત નીના ગુપ્તા પણ લીડ રોલમાં છે. આ ફિલ્મમાં નીના પહેલીવાર અમિતાભની સામે જોવા મળશે. આ પોસ્ટર જોઈને અનુમાન લગાવી શકાય છે કે, અમિતાભ આ ફિલ્મમાં રશ્મિકાના પિતાની ભૂમિકા ભજવી રહ્યા છે. તો નીના ગુપ્તા રશ્મિકાની માતાના રોલમાં જોવા મળી શકે છે. આ ફિલ્મથી રશ્મિકા બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે.

અમિતાભ બચ્ચન અને રશ્મિકા શેર કરશે સ્ક્રીન-
રશ્મિકા 2021માં રિલીઝ થયેલી ફિલ્મ 'પુષ્પા'માં તેના રોલને લીધે જાણીતી છે. આ ફિલ્મ પછી તેણે ટેલિવુડની સાથે સાથે બોલિવૂડમાં પણ પોતાનું સ્થાન બનાવી લીધું છે. રશ્મિકા 'ગુડબાય' સિવાય સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે 'મિશન મજનૂ' અને રણબીર કપૂર સાથે 'એનિમલ'માં જોવા મળશે. અમિતાભ બચ્ચન 'બ્રહ્માસ્ત્ર'માં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે જોવા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news