કંગનાના શોમાં ફેમસ સ્ટારે કહ્યું- જીવનમાં બે વસ્તુઓ ગરમ જોઈ, એક જમવાનું અને બીજી...

કંગનાના શોમાં ફેમસ સ્ટારે કહ્યું- જીવનમાં બે વસ્તુઓ ગરમ જોઈ, એક જમવાનું અને બીજી...

નવી દિલ્લીઃ બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત રિયાલિટી શો 'લોક અપ' હોસ્ટ કરી રહી છે. આ શો સાથે જોડાયેલી ઘણી ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. શોમાં સ્પર્ધકો એકબીજા સાથે ખૂબ મજાક કરતા જોવા મળે છે. એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને ફેન્સ પેટ પકડીને હસી રહ્યા છે. આ વીડિયો સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારૂકીનો છે.

 

 

સાયેશા મુનવર કી મસ્તી-
શો માં મુનાવર ફારૂકી અને સાયેશા શિંદેનો એન્ગલ જોરદાર છે. આ વીડિયોમાં મુનવ્વર અને સાયેશા એકબીજા સાથે ખૂબ મસ્તી કરતા જોવા મળે છે. સાયેશા રસોડામાં કામ કરતી જોવા મળે છે, જ્યારે મુનવ્વર તેની સાથે મસ્તી કરતો જોવા મળે છે. મુનવ્વર કહે, "જો તમારે રસોડામાં કામ ન કરવું હોય તો ના પાડી દો.તો સામે સાયેશા કહે છે, "આપણે ભવિષ્યમાં સાથે કામ કરવાનું છે."

ફ્લર્ટ કર્યું-
મુનવ્વર કહે છે, "મારે જીવનમાં બે વસ્તુઓ ખૂબ જ ગરમ જોઈએ છે, એક ખોરાક અને બીજી..." આ પછી તે થોડી સ્માઈલ આપે છે. જ્યારે મુનવ્વર મૌન હોય છે, ત્યારે સાયેશા તેને વાતચીત પૂરી કરવા કહે છે. જો કે આ વાત પર અંજલિ બીજી વાત કહે છે ગરમ પાણીથી નાવાનું. આ મજા અહીં અટકતી નથી, સયેશા મુનવ્વર સાથે ફ્લર્ટ કરે છે અને કહે છે, "મારે જીવનમાં બે વસ્તુઓ જોઈએ છે, એક મુનવ્વર અને બીજી ફારૂકી."

વિડીયો વાયરલ-
શોની આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. નેટીઝન્સ આ વીડિયોને વારંવાર જોવાનું પસંદ કરે છે અને તેને શેર કરી રહ્યા છે.મુનવ્વરને શોનો મજબૂત સ્પર્ધક માનવામાં આવે છે અને તે શાનદાર ગેમ રમી રહ્યો છે.

મુનાવરની ગેમ-
મુનવ્વરની વાત કરીએ તો શોમાં તેને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. તેના વન લાઇનર ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યા છે. કોમેડી અને વર્તને સૌના દિલ જીતી લીધા છે. ચાહકો તો એમ પણ કહી રહ્યા છે કે તેઓ મુનવ્વરના કારણે જ આ શો જોઈ રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news