દર્શકોને ડરાવવા શૂટિંગ પહેલાં શું કરતા હતા બોલીવુડના સૌથી ડેન્જર વિલન, તસવીરો જોઈને તમને પણ લાગશે ડર

22 જૂન, 1932નાં રોજ એક કલાકારે જન્મ લીધો હતો. એ કલાકાર જેણે સમયાંતરે એકથી એક ચઢિયાતી ફિલ્મો આપી હતી. આ કલાકારને પોતાના લુકમાં એક્સપરિમેન્ટ કરવાનું ખૂબ જ પસંદ હતું. જી હાં, અમે વાત કરી રહ્યા છે અમરીશ પુરી (Amrish Puri)ની. અમરીશની એક્ટિંગ જેટલી શાનદાર હતી તેટલો જ દમદાર તેમનો અભિનય હતો. તો ચાલો એક નજર નાંખીએ અમરીશ પુરીના ગજબનાં લુક્સ પર.    

દર્શકોને ડરાવવા શૂટિંગ પહેલાં શું કરતા હતા બોલીવુડના સૌથી ડેન્જર વિલન, તસવીરો જોઈને તમને પણ લાગશે ડર

નવી દિલ્હી: 22 જૂન, 1932નાં રોજ એક કલાકારે જન્મ લીધો હતો. એ કલાકાર જેણે સમયાંતરે એકથી એક ચઢિયાતી ફિલ્મો આપી હતી. આ કલાકારને પોતાના લુકમાં એક્સપરિમેન્ટ કરવાનું ખૂબ જ પસંદ હતું. જી હાં, અમે વાત કરી રહ્યા છે અમરીશ પુરી (Amrish Puri)ની. અમરીશની એક્ટિંગ જેટલી શાનદાર હતી તેટલો જ દમદાર તેમનો અભિનય હતો. તો ચાલો એક નજર નાંખીએ અમરીશ પુરીના ગજબનાં લુક્સ પર. દરેક ફિલ્મમાં શૂટિંગ પહેલાં જ અમરીશ પુરી પોતાનો લૂક વધુ ડેન્ઝર રાખવાનું નક્કી કરી દેતાં હતાં. અને નિર્માતાને કહેતા હતાં કે દર્શકોમાં ડર ઉભો થાય તે પ્રકારનો મારો ગેટઅપ હોવો જોઈએ. એટલું જ નહીં તેઓ દરેક ફિલ્મમાં પોતાનો લૂક ચેન્જ કરતા હતા અને પોતાના માટે દમદાર ડાયલોગ રાખવાનું પણ ખાસ કહેતા હતાં.

મોગેમ્બો ખુશ હુઆ...40 ની ઉંમરે ફિલ્મોમાં પ્રવેશનાર અમરીશ પુરી કઈ રીતે બની ગયા ફિલ્મોના સૌથી મોટો વિલન

મિસ્ટર ઈન્ડિયા:
અમરીશ પુરીએ વર્ષ 1987માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’ (Mr. India)માં મોગેમ્બોનો રોલ કર્યો હતો. મિસ્ટર ઈન્ડિયા ફિલ્મને શેખર કપૂરે ડાયરેક્ટ કરી છે. મોગેમ્બોનો રોલ એટલો ફેમસ થયો કે અમરીશ પુરી આ જ નામથી ઓળખાવવા લાગ્યા.

No description available.

તહલકા:
વર્ષ 1992માં આવેલી ફિલ્મ ‘તહલકા’માં અમરીશ પુરીએ ભજવેલા જનરલ ડૉન્ગવાળાં કિરદારે લોકોને ડરાવી મૂક્યા હતા. અમરીશ પુરીનો આ લુક ખૂબ જ ભયંકર હતો. રેખાએ બેડથી બાથરૂમ સુધી બધી જગ્યાએ આપ્યાં બોલ્ડ સીન, રેખાનો રોમાંસ જોઈ ત્યારે અમિતાભને પણ થઈ હતી અકળામણ!
 

No description available.

હાતિમતાઈ:
વર્ષ 1990માં આવેલી ફિલ્મ ‘હાતિમ તાઈ’માં અમરીશ પુરીને એક અલગ જ લુક આપવામાં આવ્યો હતો. દમદાર અવાજની સાથે સાથે તેમના લુકે આ રોલ માટે તેમને ઘણા પાવરફુલ બનાવી દીધા હતા.

No description available.

ઈન્ડિયાના જોન્સ:
1984માં આવેલી હૉલીવુડની ફિલ્મ ‘ઈન્ડિયાના જોન્સ એન્ડ ધ ટેમ્પલ ઓફ ડૂમ’ (Indiana Jones and the Temple of Doom)માં અમરીશ પુરી (Amrish Puri)એ મોલા રામનો રોલ કર્યો હતો. આ ઈન્ડિયાના જોન્સની બીજી ફિલ્મ છે. ફિલ્મને સ્ટીવન સ્પીલબર્ગે ડાયરેક્ટ કરી છે. સ્પીલબર્ગે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘હું અમરીશ પુરીનો મોટો ફેન છું અને તેઓ મારા ફેવરિટ વિલન છે’.

No description available.

લોહા:
ફિલ્મ ‘લોહા’ (Loha)માં અમરીશ પુરીએ એક્ટર ધર્મેન્દ્ર અને શત્રુઘ્ન સિન્હાનાં નાકમાં દમ લાવી દીધો હતો. ફિલ્મમાં અમરીશ પુરીનો રોલ શેરસિંહ ‘શેરા’નો હતો. આ ફિલ્મ 1987માં રિલીઝ થઈ હતી.

No description available.

સલાખે:
1975માં આવી હતી ફિલ્મ ‘સલાખે’. આ ફિલ્મમાં અમરીશ પુરી (Amrish Puri) એક ગજબના લુકમાં નજરે પડ્યા હતા. ફિલ્મમાં એક્ટરે મોટા મોટા વાળ રાખ્યા હતા સાથે જ લાંબી મુછ હતી. આ લુક તે સમયે ખૂબ જ હિટ રહ્યો હતો.
 

No description available.

નગીના:
1986માં આવેલી ફિલ્મ ‘નગીના’માં અમરીશ પુરીના બાબા ભૈરવનાથનાં એક રોલથી તમામ લોકો પરિચિત છે. ફિલ્મમાં અમરીશ પુરીએ એક મદારીનો રોલ કર્યો હતો. જે નાગિન બનેલી શ્રીદેવી પાસેથી બદલો લેવાનો પ્રયાસ કરે છે.
 

No description available.

સૌદાગર:
વર્ષ 1991માં આવેલી ફિલ્મ સૌદાગર (Saudagar)માં પણ અમરીશ પુરીએ પોતાના લુકની સાથે એક્સપરિમેન્ટ કર્યો હતો. આ ફિલ્મમાં તેઓ ચુનિયા બાબૂ બન્યા હતા. લુકની વાત કરીએ તો તેમણે લાંબા વાળ રાખ્યા હતા અને આગળનાં દાંતોને પણ મોટા રાખવામાં આવ્યા હતા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news