BOX OFFICE પર  હજી કબીર સિંહનો ધમધમાટ, 10 દિવસ સુધી આટલી કમાણી 

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહ બોક્સ ઓફિસ પર છવાયેલી છે. વિવેચકો પણ આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે.

BOX OFFICE પર  હજી કબીર સિંહનો ધમધમાટ, 10 દિવસ સુધી આટલી કમાણી 

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહ બોક્સ ઓફિસ પર છવાયેલી છે. વિવેચકો પણ આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે. શાહિદની આ ફિલ્મે ત્રણ દિવસમાં 50 કરોડ, 5 દિવસમાં 100 અને દસ દિવસમાં 175 કરોડની કમાણી કરવામાં સફળતા મેળવી છે. પ્રેમ, બ્રેકઅપ અને જુદાઈના વિષય પર બનેલી આ ફિલ્મમાં શાહિદનો અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં શાહિદની સાથે કિયારા અડવાણી  જોવા મળે છે. 

ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે આપેલી માહિતી પ્રમાણે કબીર સિંહે 9મા દિવસ સુધી કુલ 163.73 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ફિલ્મે 10મા દિવસે કુલ 17.84 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આમ, બોક્સ ઓફિસ પર ફિલ્મે કુલ 181.57 કરોડ રૂપિયા સુધીની કમાણી કરવામાં સફળતા મેળવી છે. આ કમાણી સાથે કબીર સિંહ આ વર્ષે સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં ત્રીજા નંબરે પહોંચી ગઈ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મનું બજેટ માત્ર 60 કરોડ રૂપિયા જ હતું. 

કબીર સિંહ સાઉથ સુરસ્ટાર વિજય દેવરકોંડાની હિટ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રિમેક છે. તેલુગૂમાં આ ફિલ્મ સંદીપ વાંગા રેડ્ડીએ ડાયરેક્ટ કરી હતી અને આ હિન્દી ફિલ્મને પણ એમણે જ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર અને કિયારા અડવાણી ઉપરાંત સોહમ મજૂમદાર, અર્જન બાજવા, સુરેશ ઓબેરોય, કામિની કૌશલ અને નિકિતા દત્તા મહત્વની ભૂમિકામાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news