પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના શાહી લગ્ન પડ્યા જબરદસ્ત મોંઘા ! હિસાબ છે કરોડોનો
આ ઇન્ટરનેશનલ સ્ટાર્સે પોતાની લગ્નની દરેક મોમેન્ટને બહુ સારી રીતે એન્જોય કરી છે
Trending Photos
નવી દિલ્હી : એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા અને અમેરિકન સિંગર નિક જોનાસલના લગ્નના વીડિયો અને તસવીર ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે. આ જોડીએ જોધપુરમાં યોજાયેલા તેમના લગ્નની દરેક ક્ષણની બહુ સારી રીતે મજા માણી છે. જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં યોજાયેલા આ ડેસ્ટિનેશનલ વેડિંગ અત્યંત ભવ્ય હતા પણ એની પાછળ થયેલા ખર્ચનો આંકડો પણ જબરદસ્ત મોટો છે.
ઝી બિઝનેસ દ્વારા પ્રિયંકા અને નિકના લગ્નના ખર્ચાની તપાસ કરવામાં આવી છે જેના પગલે માહિતી મળી છે કે આ લગ્ન પાછળ લગભગ પાંચ કરોડ રૂપિયા જેટલો ખર્ચ થયો છે. વળી, આ ખર્ચમાં પ્રિયંકાના 75 ફૂટ લાંબા ગાઉન જેવા કિંમતી કપડાંઓની કિંમતની ગણતરી નથી કરવામાં આવી. પ્રિયંકા અને નિકની સગાઈ લગભગ ચાર મહિના પહેલા થઈ હતી અને આ મહિનાની શરૂઆતમાં આ જોડીએ લગ્ન કરી લીધા છે. 1 ડિસેમ્બરે તેમના કેથોલિક વિધિથી તો 2 ડિસેમ્બરના દિવસે હિંદુ પરંપરા પ્રમાણે તેમના લગ્ન થયા છે. આ પ્રસંગે પ્રિયંકાનું મોંઘું ગાઉન, 16 ફૂટની કેક તેમજ મોંઘીદાટ આતિશબાજી ચર્ચાનો વિષય બન્યા છે.
આ લગ્ન માટે વિકએન્ડમાં તાજ ઉમેદ પેલેસનું સંપૂર્ણ બુકિંગ કરવામાં આવ્યું હતું જેનો ખર્ચ અંદાજે 3.3 કરોડ રૂ. છે. આ સિવાય પ્રિયંકાએ પોતાના મહેમાનોને એરપોર્ટથી ઉમેદ ભવન પેલેસ સુધી લાવવા માટે લગભગ 20 લાખ રૂ.નો ખર્ચ થયો હોવાનું અનુમાન છે. નોંધનીય છે કે પ્રિયંકા અને નિકની સંયુક્ત મિલકત લગભગ 375 કરોડ ડોલરની છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે હિંદુ રિવાજ પ્રમાણે થયેલા લગ્નમાં પ્રિયંકાએ લગભગ 30 લાખ રૂપિયા અને ખાણીપીણીમાં 43 લાખ રૂ. ખર્ચ કર્યા છે. આ તમામ ખર્ચાનો આંકડો 4.13 કરોડ રૂ.ને પાર થઈ જાય છે. આ હિસાબમાં પ્રિયંકાના લુક્સ, જ્વેલરી અને કિંમતી ડ્રેસ પર થયેલા ખર્ચને શામેલ નથી કરવામાં આવ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે