હવે સેલિબ્રિટી પણ બની રહ્યા છે ઓનલાઈન ફ્રોડનો શિકાર, એક્ટ્રેસના ખાતામાંથી ઉપડી ગયા પૈસા

Mehekk Chahal: બિગ બોસ અને નાગિન 6 ફેમ એક્ટ્રેસ મહેક ચહલ સાથે તાજેતરમાં ઓનલાઈન ફ્રોડ થયું. રજિસ્ટ્રેશનના બહાને મહેકના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી ગયા.

હવે સેલિબ્રિટી પણ બની રહ્યા છે ઓનલાઈન ફ્રોડનો શિકાર, એક્ટ્રેસના ખાતામાંથી ઉપડી ગયા પૈસા

ONLINE Fraud with Mehekk Chahal: ઓનલાઈન ઠગાઈ મામલે વધુ એક કેસ સામે આવ્યો છે. પરંતુ આ કોઈ સામાન્ય માણસ નહીં પરંતુ પોપ્યુલર ટીવી સીરિયલ નાગિન 6 અને બિગ બોસની એક્સ કન્ટેસ્ટેન્ટ મહેક ચહલ ઓનલાઈન ફ્રોડનો શિકાર બની છે. ઓનલાઈન રજિસ્ટ્રેશનના બહાને મહેકના બેંક એકાઉન્ટમાંથી હજારો રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા. તાજેતરમાં એક્ટ્રેસે આ મામલે મુંબઇના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

10 રૂપિયામાં કર્યું હતું સાઈટ પર રજિસ્ટ્રેશન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર મહેક ચહલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને એક પાર્સલ ગુરૂગ્રામ મોકલવાનું હતું. આ કારણે મહેકે 12 જુલાઈના ઇન્ટરનેટ પર ઓનલાઈન કુરિયર મોકલવાનું ઓપ્શન સર્ચ કર્યું. મહેકે જણાવ્યું કે, ત્યારબાદ તેના પર એક કોલ આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેઓ એક મોટી કુરિયર કંપનીમાંથી કોલ કરી રહ્યા છે. એક્ટ્રેસે પોલીસને જણાવ્યું કે, કોલ કરનાર શખ્સે જે સાઈટની વાત કરી હતી ત્યાં મેં 10 રૂપિયામાં રજિસ્ટ્રેશન કરાવ્યું. મારે ઓનલાઈન જ કુરિયર મોકલવા માટે પેમેન્ટ કરવાનું હતું. ત્યારબાદ તે શખ્સે મહેક સાથે પેમેન્ટ વિશે વાત કરતા તેણે ગુગલ પે કરવા માટે કહ્યું, પરંતુ પેમેન્ટ થયું નહીં.

20 સેકેન્ડમાં ઉડી ગયા મહેકના પૈસા
જ્યારે પેમેન્ટ થયું નહીં તો તે શખ્સે મહેકને એક લિંક મોકલી અને કહ્યું કે તમારી પાસે 20 સેકેન્ડમાં એક ઓટીપી આવશે પછી પેમેન્ટ થઈ જશે. જોકે, જેવી મહેક પાસે લિંક આવી તો તેના એકાઉન્ટમાંથી 49 હજાર રૂપિયા ઉડી ગયા. જ્યારે મહેકને ખબર પડી કે તેની સાથે ફ્રોડ થયું છે તો તેણે તાત્કાલીક તેના અન્ય કાર્ડ અને બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી દીધા. મહેકે તે પણ જણાવ્યું કે, સાઈબર વિંગે તેમની મદદ કરવા માટે થોડો પણ વિલંબ કર્યો નથી. એફઆઇઆર બાદ તાત્કાલીક ફરિયાદના આધારે તપાસ શરૂ કરી દીધી.

આઘતમાં છે મહેક ચહલ
આ વિશે વાત કરતા મહેકે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તેને આ વાતથી ડર લાગી રહ્યો છે કે કેવી રીતે માત્ર 5 મિનિટમાં લોકો સાથે ઓનલાઈન ફ્રોડ થઈ શકે છે. આવા લોકોને ઓળખવા પણ મુશ્કેલ હોય છે. તેઓ તાત્કાલીક તેમનો નંબર બંધ કરી દે છે. તમને જણાવી દઈએ કે, હાલ મહેક ટીવી સીરિયલ નાગિન 6 માં નેગેટિવ રોલ કરી રહી છે. આ ઉપરાંત એક્ટ્રેસ રીયાલિટી શો બિગ બોસના 5 માં સીઝનમાં પણ જોવા મળી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news