વિરાટે ભલે લાંબા સમયથી સદી ન ફટકારી હોય, પણ શું રૂપેરી પડદે ક્રિકેટર બનીને કમાલ કરશે અનુષ્કા?

અનુષ્કા શર્મા પોતાની આગામી ફિલ્મ માટે કરી રહી છે સખત મહેનત, ફિલ્મનો પહેલો શેડ્યુલ થયો પૂર્ણ. અભિનેત્રી અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાના અને તેના પરિવારના સુંદર ફોટા અને વીડિયો પણ શેર કરતી રહે છે. સાથે જ તે પોતાની આગામી ફિલ્મ સાથે જોડાયેલી માહિતી પણ ફેન્સને આપે છે.

વિરાટે ભલે લાંબા સમયથી સદી ન ફટકારી હોય, પણ શું રૂપેરી પડદે ક્રિકેટર બનીને કમાલ કરશે અનુષ્કા?

નવી દિલ્લીઃ બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી અનુષ્કા શર્મા ફરી ફિલ્મે પદડે આવવા તૈયાર. તે પોતાની આગામી ફિલ્મ માટે ખુબ મહેનત કરી રહી છે. અનુષ્કા શર્મા પોતાની ફિલ્મ કચ્દા એક્સપ્રેસ માટે સખત મહેનત કરી રહી છે. અભિનેત્રી આ ફિલ્મ સાથે જોડાયેલી અનેક તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. ત્યારે હવે અનુષ્કાએ પોતાની આ ફિલ્મને લઈ એક નવી અપડેટ આપી છે. 

અભિનેત્રી અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાના અને તેના પરિવારના સુંદર ફોટા અને વીડિયો પણ શેર કરતી રહે છે. સાથે જ તે પોતાની આગામી ફિલ્મ સાથે જોડાયેલી માહિતી પણ ફેન્સને આપે છે. હાલમાં જ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. ફોટોમાં અનુષ્કા દેખાતી નથી, પરંતુ ફોટોમાં તેના હાથમાં ક્રિકેટ બોલ દેખાઈ રહ્યા છે. બોલ પર લખેલું છે - 'ઈટ્સ અ શેડ્યૂલ વ્રેપ'. સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું છે - 'SCHEDULE ONE DONE'.

અભિનેત્રીની આગામી ફિલ્મ મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામી પર આધારિત છે. આ ફિલ્મમાં અનુષ્કા ઝુલનનું પાત્ર ભજવતી જોવા મળશે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં તેણે આ ફિલ્મ વિશે કહ્યું હતું કે- 'એ હકીકત છે કે આ પિતૃસત્તાક દુનિયામાં પોતાનું સ્થાન બનાવવા માટે મહિલાઓએ વધુ સંઘર્ષ કરવો પડે છે. ઝુલન ગોસ્વામીનું જીવન એ વાતનો પુરાવો છે કે તેણે પોતાની ઓળખ માટે સખત સંઘર્ષ કર્યો છે, મને આશા છે કે હું સ્ક્રિપ્ટ સાથે ન્યાય કરી શકીશ.

અનુષ્કા શર્મા ઘણા વર્ષો પછી 'ચકદા એક્સપ્રેસ'થી સિલ્વર સ્ક્રીન પર કમબેક કરી રહી છે. એવા પણ અહેવાલ છે કે અનુષ્કા પાસે ત્રણ મોટા પ્રોજેક્ટ છે, જેમાં બે થિયેટર રિલીઝ અને એક OTT ફિલ્મનો સમાવેશ થાય છે. ઈન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા અનુસાર અનુષ્કાની OTT ફિલ્મ ભારતમાં સૌથી મોંઘો ડિજિટલ પ્રોજેક્ટ હોઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news