માધુરીના ગીત પર ચાઈનીઝ યુવતીનો જબરદસ્ત ડાન્સ, ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે VIDEO

2001માં આવેલી મલ્ટીસ્ટારર ફિલ્મ લજ્જાએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. તેના લગભગ બધા ગીતો લોકપ્રિય થયા હતાં. પરંતુ એક ગીત તો લોકોમાં હજુ મશહૂર છે અને તે છે બડી મુશ્કિલ બાબા બડી મુશ્કિલ....

માધુરીના ગીત પર ચાઈનીઝ યુવતીનો જબરદસ્ત ડાન્સ, ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે VIDEO

નવી દિલ્હી: 2001માં આવેલી મલ્ટીસ્ટારર ફિલ્મ લજ્જાએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. તેના લગભગ બધા ગીતો લોકપ્રિય થયા હતાં. પરંતુ એક ગીત તો લોકોમાં હજુ મશહૂર છે અને તે છે બડી મુશ્કિલ બાબા બડી મુશ્કિલ.... આ ગીત પર માધુરી દીક્ષિતે જબરદસ્ત પરફોર્મન્સ કર્યુ હતું. આ ગીતમાં માધુરીના ડાન્સના ખુબ વખાણ થયા હતાં.  આ ગીતનો ક્રેઝ યુવાઓમાં હજુ પણ જોવા મળે છે. અનેક યુવતીઓ આ ગીત પર ડાન્સ કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કરતી જોવા મળી. 

હાલ ઈન્ટરનેટ  પર આ જ ગીત પર એક ડાન્સનો વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોને Devesh Mirchandani નામના એક યુ ટ્યૂબ ચેનલે અપલોડ કર્યો છે. આ વીડિયોમાં એક ચાઈનીઝ યુવતીએ તેના ગ્રુપ સાથે મળીને બોલિવૂડ ગીત પર જબરદસ્ત ડાન્સ કર્યો છે. વ્હાઈટ કલરની સાડી પહેરીને તે બિલકુલ માધુરીની જેમ ડાન્સ કરી રહી છે. આ વીડિયોને આ જ મહિનાની 7 તારીખ અપલોડ કરાયો હતો. અત્યાર સુધી 7,60,712 વાર જોવાઈ ગયો છે. 

વ્યૂઝ સાથે જ આ વીડિયો પર ખુબ પ્રતિક્રિયાઓ પણ આવી છે. આ વીડિયોમાં જે યુવતી માધુરીની જેમ પરફોર્મ કરી રહી છે તેને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. માધુરી દ્વારા કરાયેલા ડાન્સને એક અલગ એંગલથી જ રજુ કરાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news