'કુલી નંબર 1'ના સેટ પર ઘાયલ થયો વરૂણ ધવન, ફોટો શેર કરી આપી જાણકારી


કુલી નંબર-1ના સેટ પર વરૂણ ધવન ઘાયલ થઈ ગયો છે. તેણે એક તસવીર જારી કરી આ ઘટનાની જાણકારી આપી છે. 
 

'કુલી નંબર 1'ના સેટ પર ઘાયલ થયો વરૂણ ધવન, ફોટો શેર કરી આપી જાણકારી

નવી દિલ્હીઃ ફિલ્મ અભિનેતા વરૂણ ધવન (Varun Dhawan) 'કુલી નંબર-1'ના સેટ પર ઈજાગ્રસ્ત થયો છે. વરૂણને એડીમાં ઈજા થઈ છે. તેણે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને તેની જાણકારી આપી અને લખ્યું 'બૂબૂ'. આ પહેલા વરૂણે 21 ફેબ્રુઆરીના 'કુલી નંબર-1'ના ટ્રેલર રિલીઝની હિંટ પણ આપી હતી. વરૂણ અને સારાની સાથે આ ફિલ્મમાં પરેશ રાવલ, રાજપાલ યાદવ, રજત રવૈલ, જાવેદ જાફરી અને જોની લીવર પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 1 મે 2020ના રિલીઝ થશે. 

આ પહેલા વરૂણે પોતાના પિતા ડેવિડ ધવનની સાથે ગોવાના બીચ પર ATVની સવારી લેતો ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં પિતા-પુત્રની જોડી ખુબ ખુશ જોવા મળી રહી છે. વરૂણે આ ફોટોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે- ડેડી કૂલ. 

varun dhawan

વરૂણની છેલ્લી ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર 3 ડી'એ બોક્સ ઓફિસ પર સામાન્ય પ્રદર્શન કર્યું હતું. તે ફિલ્મમાં વરૂણની સાથે શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી જોવા મળી હતી. તો સારા અલી ખાનની વાત કરીએ તો તેની ફિલ્મ 'લવ આજકલ' બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે. ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા કે આ ફિલ્મની સ્ટોરી અને ગીતમાં કંઇ નવું નથી. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Daddy cool 😎 #coolieno1 🎥

A post shared by Varun Dhawan (@varundvn) on

હવે સારા અલી ખાનને પોતાની ફિલ્મ 'કુલી નંબર-1' પાસે ઘણી આશા છે. આ ફિલ્મ ગોવિંદા અને કરિશ્મા કપૂરની કુલી નંબર-1ની રીમેક છે. આ ફિલ્મને ડેવિડ ધવન ડાયરેક્ટ કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news