અરવલ્લીમાં સરપંચે જળ સમાધિની કરી માંગણી: સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ

જિલ્લામાં વિકાસ કામની માંગણી સાથે વધુ એક સરપંચે જળસમાધિ માટે માંગણી કરી છે. રાજ્યપાલ અને કલેક્ટરને સંબોધીને 10 ગ્રામપંચાયતોના સરપંચના સમર્થન સાથે ખડોલ ગામના ભલાભાઈ ભરવાડ સરપંચે જળસમાધી આપવા માંગણી કરી છે. ભિલોડાના વાંદીયોલના સરપંચ રાહુલ ગામેતીએ મેશ્વો નદી પર પુલની માંગણી માટે અગાઉ જળસમાધિની માંગણી કરી હતી. જે માટે તેમને મંજૂરી મળી ન હતી, ત્યારે અરવલ્લી જિલ્લામાં વધુ એક સરપંચે વિકાસ કામ માટે જળસમાધિની અરજી કરતા ચકચાર મચી જવા પામી છે. 
અરવલ્લીમાં સરપંચે જળ સમાધિની કરી માંગણી: સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ

સમીર બલોચ/અરવલ્લી: જિલ્લામાં વિકાસ કામની માંગણી સાથે વધુ એક સરપંચે જળસમાધિ માટે માંગણી કરી છે. રાજ્યપાલ અને કલેક્ટરને સંબોધીને 10 ગ્રામપંચાયતોના સરપંચના સમર્થન સાથે ખડોલ ગામના ભલાભાઈ ભરવાડ સરપંચે જળસમાધી આપવા માંગણી કરી છે. ભિલોડાના વાંદીયોલના સરપંચ રાહુલ ગામેતીએ મેશ્વો નદી પર પુલની માંગણી માટે અગાઉ જળસમાધિની માંગણી કરી હતી. જે માટે તેમને મંજૂરી મળી ન હતી, ત્યારે અરવલ્લી જિલ્લામાં વધુ એક સરપંચે વિકાસ કામ માટે જળસમાધિની અરજી કરતા ચકચાર મચી જવા પામી છે. 

ધનસુરાના ખડોલ ગામમાં એક મહિના અગાઉ વાત્રક નદી પર 10 ગામના લોકોએ જાતે શ્રમદાન કરીને નદી પર કાચો રસ્તો બનાવ્યો હતો. જેના કારણે ખડોલ ગામથી બાયડનું અંતર ઓછું થયું હતું ત્યારે અગાઉ અહીં પુલ બનાવવા માટે 18 કરોડની દરખાસ્ત કરવામાં આવી હતી. જે અંગે કોઈ નિર્ણય નહિ લેવામાં આવતા હવે સરપંચ ભલાભાઈ ભરવાડ જળસમાધિ લઈને વિકાસના કામો ન થતા હોવાનો વિરોધ કરવા માંગે છે. જે અંગે રાજ્યપાલ અને કલેકટરને લેખિત માંગણી કરી હતી.

ખડોલ, રણેચી, જશવંતપુરા ગ્રામપંચાયત સહીત 7 પંચાયત દ્વારા લેખિત લખાણ સાથે પુલની માંગણી પૂર્ણ કરવા માંગણી કરી છે. સરપંચ ભલાભાઈ ભરવાડ દ્વારા ચીમકી ઉચ્ચારવામા આવી છે. જો તંત્ર મંજરી નહિ આપે તો પણ આવનાર 10 દિવસમાં તેઓ જળસમાધિ લેશે. જેની જવાબદારી જિલ્લા તંત્રની રહેશે ત્યારે સરપંચોને ગ્રામલોકો મત આપી ગામના વિકાસને આગળ રાખવા માંગે છે, પણ સરપંચો પણ મજબૂરીથી કામ નહિ કરતા હવે અંદોલનરૂપે જળસમાધીની માંગણી ઉગ્ર બની છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news