મિથુન ચક્રવર્તીની પત્ની યોગિતા અને પુત્ર પર રેપનો આરોપ

દિલ્હીની કોર્ટે મિથુન ચક્રવર્તીની પત્ની યોગિતા બાલી અને પુત્ર મહાઅક્ષયની વિરુદ્ધ રેપ તથા ગોટાળાનો કેસ દાખલ કરવા માટે પોલીસને આદેશ આપ્યો છે

મિથુન ચક્રવર્તીની પત્ની યોગિતા અને પુત્ર પર રેપનો આરોપ

નવી દિલ્હી : પોતાનાં સમયનાં બોલિવુડનાં સુપર સ્ટાર મિથુન ચક્રવર્તીની પત્ની યોગિતા બાલી અને તેનાં પુત્ર મહાઅક્ષયની વિરુદ્ધ યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. દિલ્હીની રોહિણી કોર્ટે પોલીસને યોગિતા બાલી અને મહાઅક્ષયની વિરુદ્ધ યૌન ઉત્પીડન, ગોટાળા અને સંમતી વગર ગર્ભપાત કરવાનાં આરોપમાં કેસ દાખલ કરવા માટેનાં આદેશો આપ્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, મિથુન ચક્રવર્તીના પુત્ર મહાઅક્ષય એટલે કે મિમોહ ચક્રવર્તી અને મદાલસા શર્મનો હાલમાં જ સંબંધ નક્કી થયો છે. ચર્ચા એવી પણ હતી કે બંન્ને આ મહિને લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. મદાલસા શર્મા બોલિવુડની પ્રખ્યાત અભિનેત્રી શીલા શર્મા અને ડાયરેક્ટર સુભાષ શર્માની પુત્રી છે. મદાલસા શર્મા ગણેશ આચાર્યનાં નિર્દેશમાં બનેલી ફિલ્મ એન્જલમાં કામ કરી ચુકી છે. 

જો કે અચાનક જ મહાઅક્ષય અને તેમની માં યોગિતા બાલીની વિરુદ્ધ આ પ્રકારનો આરોપ લાગવાથી ફિલ્મી દુનિયામાં હલચલ મચી ગઇ છે. રેપ અને ગોટાળાનાં આરોપ કોઇએ લગાવ્યો છે, હજી સુધી આ સ્પષ્ટ થઇ શક્યું નથી. મિથુન ચક્રવર્તીએ 1979માં પોતાનાં જમાનાના પ્રખ્યાત અભિનેત્રી યોગિતા બાલીનાં લગ્ન કર્યા હતા. મિથુન ચક્રવર્તીનાં ત્રણ પુત્ર મહાક્ષય ચક્રવર્તી, ઉષ્મીય ચક્રવર્તી અને નમાસી ચક્રવર્તી છે. મિથુન ચક્રવર્તી ગત્ત થોડા સમયથી વિવાદોમાં ચાલી રહ્યા છે. તેની પહેલા તેમનું નામ સારદા ચિટ ફંડ ગોટાળામાં આવ્યા હતા. આ ગોટાળામાં નામ આવ્યા બાદ મિથુને પ્રવર્તન નિર્દેશાલયને 1.20 કરોડ રૂપિયા પરત કર્યા હતા. 

ઉપરાંત મિથુન ચક્રવર્તી છેલ્લા ઘણા સમયથી બિમાર પણ છે. તેઓ પોતાની પીઠના દર્દથી ખુબ જ પરેશાન છે અને આ જ કારણે પોતાની ફિલ્મો અંગેના કામ પણ અટકી પડ્યા છે. બે વર્ષ પહેલા જ તેમણે ખરાબ તબીયતનાં કારણે રાજ્યસભા સભ્યપદ પરથી પણ રાજીનામું આપી દીધું હતું. મિથુન તૃણમુલ કોંગ્રેસની ટિકિટ પર 2014માં રાજ્યસભા સાંસદ બની ચુક્યા છે. જો કે ડિસેમ્બર 2016માં તેમણે પોતાનાં પદ પરથી રાજીનામું આપી દીધું હતું. 

સ્ટંટ કરતા કરતા ઘા વાગ્યો હતો.
મિથુન ચક્રવર્તી છેલ્લા ઘણા વર્ષોથી પીઠનાં દર્દથી ખુબ જ પરેશાન છે અને દિલ્હીમાં પોતાની સારવાર કરાવી રહ્યા છે. તેની પહેલા તેમણે પોતાની સારવાર લોસ એન્જલસમાં પણ કરાવ્યો હતો. મિથુનને આ ઇજા એક ફિલ્મમાં સ્ટંટ કરવા દરમિયાન થઇ હતી. વર્ષ 2009માં તેમણે સંજય દત્ત અને ઇમરાન ખાનની ફિલ્મ લકમાં કામ કર્યું હતું. ફિલ્મનું શૂટિંગ દરમિયાન એક સ્ટંટમાં તેમને હેલિકોપ્ટર પરથી કુદવું પડ્યું હતું. જો કે ખરાબ ટાઇમિંગના કારણે પીઠમાં ઇજા થઇ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news