દે દે પ્યાર દે ફેઇમ રકુલ પ્રિત થઇ ટ્રોલ, જીન્સની જીપ ખુલ્લી છે અને તમે આને ગર્લ પાવર કહો છો?

દે દે પ્યાર દે ફિલ્મની અભિનેત્રી રકુલ પ્રિત સિંહ પોતાના ફોટો અને વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરતી રહે છે. પરંતુ હાલમાં તેણીએ એક હોટ ફોટો શેયર કર્યો છે જેને લઇને તે વિવાદમાં સપડાઇ છે. હોટ ફોટોની નીચે તેણીએ ગર્લ પાવર કેપ્શન લખતાં તેણી સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ રહી છે...

Updated By: May 28, 2019, 01:55 PM IST
દે દે પ્યાર દે ફેઇમ રકુલ પ્રિત થઇ ટ્રોલ, જીન્સની જીપ ખુલ્લી છે અને તમે આને ગર્લ પાવર કહો છો?

નવી દિલ્હી: અભિનેતા અજય દેવગન, તબ્બુ અને રકુલ પ્રિત સિંહ સ્ટાટર ફિલ્મ દે દે પ્યાર દે બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઇ રહી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 75 કરોડનો વકરો કરી લીધો છે. જોકે આ ફિલ્મની સફળતાનો જશ્ન મનાવી રહેલી રકુલ પ્રિત સિંહ હાલમાં સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઇ રહી છે. રકુલ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે. છાશવારે તે પોતાના ફોટા અને વીડિયો શેયર કરતી રહે છે. પરંતુ તાજેતરમાં તેણીએ એક હોટ ફોટો શેયર કર્યો છે જેને લીધે તે સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલ થઇ રહી છે. 

સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ
રકુલ પ્રિત સિંહે જે તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી છે જેમાં તેણીએ ક્રોપ ટોપ સાથે બ્લૂ રંગનું જીન્સ પહેર્યું છે. પરંતુ આ પેન્ટની જીપ ખુલ્લી છે અને તેણીએ આ તસ્વીરમાં ગર્લ પાવર હેશટેગ લગાવ્યું છે. જે લોકોને પસંદ નથી આવ્યું અને તેણી ભારે ટ્રોલ થઇ રહી છે. લોકોએ આ ફોટો નીચે રોષ ઠાલવતી ઘણી કોમેન્ટ કરી છે. આ તસ્વીર પર કોમેન્ટ કરતાં લખાયું છે કે, તમારા જીન્સની જીપ ખુલી છે, શું આ જ ગર્લ પાવર છે? શું તમે આને ગર્લ પાવર કહો છો? શરમ કરો... તો અન્ય કોઇએ આ તસ્વીરને એકદમ બકવાસ ગણાવી છે. 

'De De Pyaar De' Review : કેવો છે અજય, તબુ અને રકુલ પ્રીત સિંહનો પ્રણયત્રિકોણ? જાણવા કરો ક્લિક...

રકુલના કામની વાત કરીએ તો તેણી આગામી સમયમાં સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ મરજાવામાં નદરે પડશે. તાજેતરમાં તેણીએ કહ્યું હતું કે, સિધ્ધાર્થ સાથે કરવું મજેદાર છે. આ પહેલા બંને 2018માં એક્શન થ્રિલર ફિલ્મ અય્યારીમાં પણ સાથે કામ કરી ચૂક્યા છે. મિલાપ જાવેરી નિર્દેશિત મરજાવા એક એક્શન થ્રિલર ફિલ્મ છે. જેમા રીતેશ દેશમુખ પણ એક મુખ્ય ભૂમિકામાં દેખાશે. અહીં નોંધનિય છે કે, એક વિલન ફિલ્મના ચાર વર્ષ બાદ ઝવેરી, રિતેશ અને સિધ્ધાર્થની તિકડી ફરી એકવાર સાથે આવી છે.

મનોરંજનના લેટેસ્ટ ન્યૂઝ જાણો એક ક્લિક પર...