VIDEO : દીપિકાએ લગ્ન અને બાળકો વિશેનું અંગત પ્લાનિંગ કરી દીધું જાહેર
હાલમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નની ચર્ચા ચાલી રહી છે
Trending Photos
નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ છેલ્લે ફિલ્મ 'પદ્માવત'માં જોવા મળી હતી. હાલમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન દીપિકા પાદુકોણે ખુલાસો કર્યો હતો કે તે લગ્ન માટે તૈયાર છે અને તે પોતાની જાતને વર્કિંગ વાઇફ અને માતાના રોલમાં જોઈ શકે છે. હાલમાં દીપિકાએ જર્નાલિસ્ટ અનુપમા ચોપડાને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. આ ઇન્ટરવ્યૂમાં દીપિકાએ કહ્યું હતું કે 'લગ્ન મારા માટે જીવનનો મહત્વનનો હિસ્સો્ છે. મેં મારા માતા-પિતાનું સુખી લગ્નજીવન જોયું છે અને હું પણ એવું જ જીવન જીવવા માગુ છું. મારા કામથી દૂર જવાનો નિર્ણય મારા જીવનનો મુશ્કેલ નિર્ણય હશે પણ મને લાગે છે કે ઘર, પરિવાર, માતા-પિતા અને લગ્ન માટે આ નિર્ણય જરૂરી છે. આજે હું મારી જાતને વર્કિંગ વાઇફ અને માતાના રોલમાં જોઈ શકું છું.'
દીપિકાએ આગળ મજાકમાં કહ્યું હતું કે 'જો મેં કામ છોડ્યું તો મારી આસપાસના લોકો પાગલ થઈ જશે. બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી દીપિકા પાદુકોણ લગ્નના સમાચારો માટે ચર્ચામાં છે.
થોડા સમય પહેલા એવા સમચાર આવ્યા હતા કે બંને આ વર્ષના અંતમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે. દીપિકા પોતાની બહેન અનીશા અને મા સાથે લગ્નની તૈયારી કરી રહી છે. એક ફિલ્મી વેબસાઈટના રિપોર્ટ મુજબ દીપિકા પાદુકોણ બહેન અનીશા અને પેરન્ટ્સ સાથે શોપિંગમાં વ્યસ્ત છે. આ સાથે દીપિકા પોતાના બિઝી શેડ્યૂલમાંથી સમય કાઢીને રણવીર સિંહની માતા અને બહેન તેમજ નજીકના સંબંધીઓને પણ શોપિંગમાં મદદ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે