મિત્રના લગ્નમાં મસ્તી કર્યા બાદ દીપિકા થઈ બીમાર, વાયરલ થયો PHOTO
અભિનેત્રી દીપિકા પાદુકોણે પોતાના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપતા સંકેત આપ્યો છે કે તેને તાવ છે. સાથે દીપિકાએ એક ફોટો પણ શેર કર્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ અભિનેત્રી દીપિકા પાદુકોણે (Deepika Padukone) સોમવારે જણાવ્યું કે, પોતાની ખાસ મિત્રના લગ્નમાં ખુબ મોજ-મસ્તી કર્યાં બાદ બીમાર પડી ગઈ છે. દીપિકા હાલમાં બેંગલુરૂમાં પતિ રણવીર સિંહની સાથે પોતાની મિત્રના લગ્નમાં સામેલ થઈ હતી. ઇન્ટરનેટ પર ઘણી તસવીરો અને વીડિયો છવાયા છે. જેમાં બંન્ને ડાન્સ ફ્લોર પર નાચતા જોવા મળી રહ્યાં છે.
અભિનેત્રી દીપિકા પાદુકોણે પોતાના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપતા સંકેત આપ્યો છે કે તેને તાવ છે. સાથે દીપિકાએ એક ફોટો પણ શેર કર્યો છે. જે હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થી રહ્યો છે.
દીપિકાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાના ચહેરા પર થરમોમીટરના સ્ટિકરને પોસ્ટ કરવાની સાથે કેપ્શન લખ્યું, 'જ્યારે તમે પોતાના સૌથી સારા મિત્રના લગ્નમાં ખુબ મોજ-મસ્તી, ધમાલ કરો છો.'
ફિલ્મોની વાત કરીએ તો મેઘના ગુલઝારની ફિલ્મ 'છપાક'માં દીપિકા જોવા મળશે. જે એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. આ સિવાય દીપિકા લગ્ન બાદ પ્રથમવાર રણવીર સિંહની સાથે 83મા સ્ક્રીન શેર કરવા જઈ રહી છે. તેની ફિલ્મ 83નું શૂટિંગ પૂરુ થઈ ગયું છે. આ ફિલ્મ 2020મા રિલીઝ થવાની છે.
જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે